રોજગાર@દેશ: સ્ટાફ સિલેક્શન કમિશન દ્રારા 3261 જગ્યાઓ માટે ભરતી, જુઓ એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. SSCએ સિલેક્શન પોસ્ટ ફેઝ -09 નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. કમિશને 3261 જગ્યાઓ માટે ખાલી જગ્યા બહાર પાડી છે. જે ઉમેદવારોને આ પોસ્ટ્સ પર પસંદ કરવામાં આવશે તેમને કેન્દ્ર સરકારના 271 વિભાગોમાં પોસ્ટિંગ આપવામાં આવશે. સત્તાવાર માહિતી
 
રોજગાર@દેશ: સ્ટાફ સિલેક્શન કમિશન દ્રારા 3261 જગ્યાઓ માટે ભરતી, જુઓ એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. SSCએ સિલેક્શન પોસ્ટ ફેઝ -09 નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. કમિશને 3261 જગ્યાઓ માટે ખાલી જગ્યા બહાર પાડી છે. જે ઉમેદવારોને આ પોસ્ટ્સ પર પસંદ કરવામાં આવશે તેમને કેન્દ્ર સરકારના 271 વિભાગોમાં પોસ્ટિંગ આપવામાં આવશે. સત્તાવાર માહિતી અનુસાર, આ પોસ્ટ્સ માટે અરજી કરવાની પ્રક્રિયા 24 સપ્ટેમ્બર, 2021 થી શરૂ થઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્ટાફ સિલેક્શન દ્રારા બહાર પડાયેલ ભરતીમાં લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવારો સ્ટાફ સિલેક્શન કમિશનની સત્તાવાર વેબસાઈટ ssc.nic.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરતાં પહેલા, ઉમેદવારોએ સત્તાવાર સૂચના કાળજીપૂર્વક વાંચવી જરૂરી છે. કારણ કે જો ફોર્મમાં કોઈ વિસંગતતા જોવા મળશે તો કમિશન દ્વારા ફોર્મ રદ્દ કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ ઉમેદવારોએ અરજી ફી તરીકે 100 રૂપિયા ચૂકવવા પડશે. ઉપરાંત ઉમેદવારો ભીમ, UPI, નેટ બેન્કિંગ, વિઝા, માસ્ટરકાર્ડ, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ઓનલાઇન ફી ચૂકવી શકે છે. આ સિવાય એસબીઆઈ શાખાઓમાં એસબીઆઈ ચલણ જનરેટ કરીને પણ ફી ભરી શકાય છે. આ તરફ મહિલા ઉમેદવારો અને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), વિકલાંગ વ્યક્તિઓ (PWD ઉમેદવારોને ફી ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.ઉમેદવારો આ ભરતી સંબંધિત વધુ માહિતી માટે કમિશનની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ- 24 સપ્ટેમ્બર, 2021
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ- 25 ઓક્ટોબર 2021
  • ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ -28 ઓક્ટોબર, 2021
  • ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તારીખ- 1 નવેમ્બર, 2021