રોજગાર@પાટણ: નેશનલ તથા મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા વિવિધ ટ્રેડના ઉમેદવારોની ભરતી

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ જિલ્લાની નોડલ સંસ્થા ITI પાટણ ખાતે આગામી તા.19 માર્ચના રોજ કેમ્પસ પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નોકરીદાતા તરીકે નેશનલ તથા મલ્ટીનેશનલ કંપનીઓ 220 ઉમેદવારોની ભરતી કરશે. ઔદ્યોગીક તાલીમ સંસ્થામાં ફીટર, વેલ્ડર, ઈલેક્ટ્રીશિયન, ઓટોમોબાઈલતથા ટર્નર જેવા વિવિધ ટ્રેડનું પ્રશિક્ષણ પ્રાપ્ત તાલીમાર્થીઓ આ પ્લેસમેન્ટ કેમ્પમાં ભાગ લઈ શકશે. અટલ
 
રોજગાર@પાટણ: નેશનલ તથા મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા વિવિધ ટ્રેડના ઉમેદવારોની ભરતી

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જિલ્લાની નોડલ સંસ્થા ITI પાટણ ખાતે આગામી તા.19 માર્ચના રોજ કેમ્પસ પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નોકરીદાતા તરીકે નેશનલ તથા મલ્ટીનેશનલ કંપનીઓ 220 ઉમેદવારોની ભરતી કરશે. ઔદ્યોગીક તાલીમ સંસ્થામાં ફીટર, વેલ્ડર, ઈલેક્ટ્રીશિયન, ઓટોમોબાઈલતથા ટર્નર જેવા વિવિધ ટ્રેડનું પ્રશિક્ષણ પ્રાપ્ત તાલીમાર્થીઓ આ પ્લેસમેન્ટ કેમ્પમાં ભાગ લઈ શકશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ સ્થિત આઇટીઆઇમાં કેમ્પલ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત અન્ય ટ્રેડના વર્ષ 2017, 2017 તથા 2019માં પાસ આઉટ તાલીમાર્થીઓની નોકરીદાતાઓ દ્વારા 220 જેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ કેમ્પસ પ્લેસમેન્ટ ફેરમાં ટોયોડા ગોસેઈ, મીન્ડા ગૃપ ઈન્ડિયા લી., એમ.આર.એફ. ટાયર, સેવિટ્સિલ, કાપારો, નાઈસ એન્જીન્યરિંગ વર્ક્સ જેવી નામાંકિત કંપનીઓ નોકરીદાતા તરીકે ઉપસ્થિત રહેશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ આઈ.ટી.આઈ. પાટણની વેબસાઈટ itipatan.gujarat.gov.in અથવા ITI Patanના ફેસબુક પેજ પર આવેલા ગુગલ ફોર્મ દ્વારા તા.18/03/2021 રોજ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કોવિડ-19ની ગાઈડલાઈનને ધ્યાને લઈ ફક્ત રજીસ્ટ્રેશન કરાવેલા ઉમેદવારોને જ કેમ્પસ ઈન્ટરવ્યુનો લાભ મળશે તેવું ITI પાટણના આચાર્ય મયુરીબેન પ્રજાપતિએ જણાવ્યું હતુ.