આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા તા.૨૬/૦૭/૨૦૧૯ ના રોજ સવારે-૧૦.૦૦ કલાકે માર્ગ ઔધોગિક તાલીમ સંસ્થા(પ્રાઇવેટ) ખુણીયા રોડ, મુ.પો. તા. અમીરગઢ મુકામે બનાસકાંઠા જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ પાસે ખાલી રહેલ નોકરી માટેની જગ્યાઓ ભરવા માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં ભાગ લેવા માગતા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના તેમજ એસ.એસ.સી./ એચ.એસ.સી/ આઇ. ટી. આઇ. / સ્નાતકની લાયકાત ધરાવનાર ઉમેદવારોને તેમની ઉંમર, જાતિ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ અને બાયોડેટાની ત્રણથી ચાર નકલો સાથે સ્વ-ખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. ભરતી મેળા અંતર્ગત આપવામાં આવતી સેવા નિઃશુલ્ક છે તેવું જિલ્લા રોજગાર અધિકારી (વ્ય.મા.), પાલનપુર દ્વારા જણાવાયું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code