આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

ગુજરાત રાજ્યમાં નોકરી વાછુંઓ માટે કારકિર્દીની ઉત્તમ તક આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મેડિકલ ઓફિસર સહિત વર્ગ 1 અને વર્ગ 2ની 1846 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. ગુજરાત જાહેર સેવા આયોગે ગુજરાત વહીવટી સેવા (વર્ગ 1), ગુજરાત સિવિલ સર્વિસ (વર્ગ 1 અને વર્ગ 2) તથા મ્યુનિસિપલ ચિફ ઓફિસર સર્વિસ માટેની કુલ 97 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે.

add bjp

મેડિકલ ઓફસિર માટે 1619 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઇ છે. લેક્ચરર સિલેક્શન સ્કેલ (પ્રોફેસર) માટે બે જગ્યાઓની ભરતી છે. પ્રોફેસર (હોમિયોપેથી) પ્રેક્ટિસ ઓફ મેડિસિન માટે એક જગ્યા માટે ભરતી છે. પ્રોફેસર (હોમિયોપેથી) રેપટ્રીની એક જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ થઇ.પ્રિન્સિપલ-સુપ્રિન્ટેન્ડેન્ટ,સરકારી હોમિયોપેથી કોલજ માટે એક જગ્યા માટે ભરતી. ચાઇલ્ડ મેરેજ પ્રિવેન્સન ઓફિસર કમ ડિસ્ટ્રિક્ટ સોશિયલ ડિફેન્સ ઓફિસર માટે 4 જગ્યા માટે ભરતી. ચાઇલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર (મહિલા) માટે બે જગ્યા પર ભરતી છે.

darda new add mehsana
Advertisement

ડેપ્યુટી હોર્ટિકલ્ચર ડિરેક્ટરની ત્રણ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ થઇ. પ્રાઇવેટ સેક્રેટરી (ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-1) માટે 23 જગ્યાઓ પર ભરતી થશે. પ્રાઇવેટ સેક્રેટરી (અંગ્રેજી, સ્ટેનોગ્રાફર-ગ્રેડ 1)ની 20 જગ્યાઓ માટે ભરતી બહાર પડી. મેનેજર (ડિરેક્ટોરેટ ઓફ ગર્વમેન્ટ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી) માટે એક જગ્યા બહાર પડી.. શૈક્ષેણિક લાયકાત, ઉંમર મર્યાદા અને અન્ય વિગતો માટે બહાર પાડવામાં આવેલી જાહેરાત જોઇ લેવી. રસ ધરાવતા ઉમેદવારો www.gpsc-ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. ઓન લાઇન અરજી કરવા માટેની શરૂઆત 15 જુલાઇથી થઇ ગઇ છે. ઓનલાઇન અરજી કરવા માટેની છેલ્લી તારીખ 31 જુલાઇ (1 pm) છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code