ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા એ.સી.વોલ્વો બસ શરૂ કરાતાં મુસાફરોમાં આનંદ

અટલ સમાચાર,પાલનપુર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરો માટે એ.સી. અને વોલ્વો પ્રકારની બસો શરૂ કરવામાં આવી છે. નિગમ દ્વારા પ્રીમીયમ સર્વિસના સંચાલન માટે આયોજન કરાયેલ છે. નિગમ દ્વારા પ્રીમીયમ સર્વિસમાં સ્લીપર કોચ કોચ તેમજ ૨ X ૨ સીટર એ.સી., વોલ્વો પ્રકારની સેવાઓ સંચાલનમાં મુકાયેલ છે. જેમાં આરામદાયક મુસાફરી ઉપરાંત એન્ટરટેન્ટ માટે એલ.સી.ડી.
 
ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા એ.સી.વોલ્વો બસ શરૂ કરાતાં મુસાફરોમાં આનંદ

અટલ સમાચાર,પાલનપુર

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરો માટે એ.સી. અને વોલ્વો પ્રકારની બસો શરૂ કરવામાં આવી છે. નિગમ દ્વારા પ્રીમીયમ સર્વિસના સંચાલન માટે આયોજન કરાયેલ છે.
નિગમ દ્વારા પ્રીમીયમ સર્વિસમાં સ્લીપર કોચ કોચ તેમજ ૨ X ૨ સીટર એ.સી., વોલ્વો પ્રકારની સેવાઓ સંચાલનમાં મુકાયેલ છે. જેમાં આરામદાયક મુસાફરી ઉપરાંત એન્ટરટેન્ટ માટે એલ.સી.ડી. તથા ઓનલાઇન ટીકીટ બુકિંગની સુવિધા જેમાં મુસાફર દ્વારા જાતે ઓનલાઇન ટીકીટ બુકિંગ કરવાથી તેઓને મુસાફર ભાડામાં ૬ ટકા ડિસ્કાઉન્ટ મળવાપાત્ર થશે. તેમજ મુસાફરોને રિટર્ન ટિકીટ માટે ૧૦ ટકા અને ગૃપ બુકિંગમાં ૪ થી વધુ મુસાફરો હોય તેઓને ૫ ટકા જેટલુ ડિસ્કાઉન્ટની યોજના નિગમ દ્વારા મુસાફરોને લાભ માટે આયોજીત કરી છે. જે ધ્યાને લઇ સરકારશ્રી દ્વારા રાજયનાં તથા આંતરરાજયના જરૂરીયાતવાળા શહેરોને જોડતી પ્રીમીયમ બસ સેવા (એ.સી. તેમજ વોલ્વો) શરૂ કરવા નિર્ણય કરાયેલ છે. તેમજ નિગમ દ્વારા પાલનપુરથી અમદાવાદ દર કલાકે, ડીસાથી અમદાવાદ ૧૭.૦૦ કલાકે, વાવથી વાપી ૧૭.૦૦/૧૭.૦૦ કલાકે, નેનાવાથી વાપી ૧૮.૦૦/૧૯.૦૦ કલાકના સમયાંતરેથી પ્રીમીયમ બસોનું સંચાલન કરવામાં આવે છે.
નિગમ દ્વારા તાજેતરમાં જ આંતરરાજ્ય સર્વિસો થકી મહારાષ્ટ્ર રાજયમાં પાલનપુરથી નાસિક ૧૯.૩૦/૧૮.૧૫ કલાકે રૂટ પર પ્રીમીયમ બસોથી સંચાલન હાથ ધરેલ છે.
નિગમ દ્વરા અમદાવાદથી વારાણસી ૨૦.૦૦/૧૨.૦૦ કલાકે ઉપડશે. જે પાલનપુરથી વારાણસી જવા માટે ૨૩.૦૦ કલાકે લાંબા અંતરના રૂટ શરૂ કરવામાં આવેલ છે. આ વારાણસી તથા રસ્તામાં આવતા મુખ્ય મથકો જેવા કે જયપુર, આગ્રા કાનપુર, પ્રયાગરાજ જવા માટે પણ માટે પણ મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહેલ છે. નિગમ દ્વારા અમદાવાદથી ગોવા લાંબા અંતરના રૂટ શરૂ કરવામાં આવેલ છે. આ સર્વિસમાં અમદાવાદથી નાસિક, પુના તથા કોલ્હાપુર જવા માટે પણ મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સર્વિસ શરૂ થવાથી મુસાફરોમાં આનંદ વ્યાપો છે.