મનોરંજન@દેશ: બોક્સ ઓફિસ પર રામાયણનો મહાવિસ્ફોટ, માત્ર 6 દિવસમાં 820 કરોડની કમાણી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રણબીર કપૂરની ફિલ્મ રામાયણને રિલીઝ થયાને 6 દિવસનો સમય થઈ ગયો છે. આ માયથોલોજિકલ મુવીએ 6 દિવસમાં જ પોતાના કલેક્શનથી ચોંકાવી દીધા છે અને બમ્પર કમાણી કરી છે. ફિલ્મને જેવી શરૂઆત મળી હતી તે દરમિયાન એક જ સવાલ ઊભો થઈ રહ્યો હતો કે આખરે ફિલ્મને બજેટ અને પ્રમોશન્સના હિસાબે તેવી શરૂઆત કેમ ન મળી જેની અપેક્ષા રાખવામાં આવી રહી હતી. પરંતુ હવે આ બધા સવાલોના જવાબ મળી ગયા છે. રામાયણ ફિલ્મે વીકેન્ડ કરતાં પણ વીકડેઝમાં વધારે કમાણી કરીને બતાવી દીધી છે. અને આ સિલસિલો તો હજુ હમણાં જ શરૂ થયો છે.
ફિલ્મ હવે પોતાના અસલી રંગમાં નજર આવી રહી છે. તેના એક્શનથી લઈને કાસ્ટિંગ સુધીની અને શાનદાર VFXની ખૂબ પ્રશંસા થઈ રહી છે. હવે આ ફિલ્મનો આગળ શું કમાલ જોવા મળશે તે તો આવનારા સમયમાં ખબર પડતી જ જશે. ચાલો જાણીએ કે 6 દિવસમાં રામાયણે કેટલું કલેક્શન કરી લીધું છે અને તે કઈ 5 ફિલ્મોથી આગળ નીકળી ગઈ છે.રણબીર કપૂરની રામાયણે સેકનિલ્ક રિપોર્ટ્સ મુજબ રિલીઝના 6ઠ્ઠા દિવસે 94 કરોડ રૂપિયા કમાયા છે. ફિલ્મે ગ્રોસ કલેક્શન તરીકે 112.60 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે. જ્યારે ઓવરસીઝ કલેક્શનના મામલામાં આ ફિલ્મે 35 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ હિસાબે 6ઠ્ઠા દિવસે જ દુનિયાભરમાં આ ફિલ્મે 147.60 કરોડનું કલેક્શન કરી લીધું છે. અત્યાર સુધી ફિલ્મે નેટ કલેક્શનના મામલામાં 6 દિવસમાં 440.45 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે બીજી બાજુ આ ફિલ્મે ગ્રોસ કલેક્શનના મામલામાં 6 દિવસમાં 526.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.વિદેશથી આ ફિલ્મે ધમાકેદાર કલેક્શન કરીને બતાવ્યું છે અને 6 દિવસમાં તેનું ઓવરસીઝ કલેક્શન 297 કરોડ રૂપિયાનું થઈ ચૂક્યું છે. તેને જો જોડી લેવામાં આવે તો ફિલ્મનું અત્યાર સુધીનું વર્લ્ડવાઈડ કલેક્શન 823.50 કરોડ રૂપિયાનું થયું છે. આ પોતાનામાં અસાધારણ છે. આવનારા સમયમાં પણ ફિલ્મ પાસેથી આવા જ કલેક્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. હવે જરા વિચારો કે જો વીકડેઝમાં ફિલ્મની કમાણી આવી હોય તો પછી આ વીકેન્ડમાં ફિલ્મ શું ધમાકો મચાવવાની છે.
રામાયણ ફિલ્મની વાત કરીએ તો તેણે પોતાની રિલીઝના 6ઠ્ઠા દિવસે જ શાનદાર પ્રદર્શન કર્યું છે અને ભારતીય સિનેમાના ઇતિહાસની 5 મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે 650 કરોડ રૂપિયા કમાનારી બાહુબલી પાર્ટ 1 ના લાઈફટાઈમ કલેક્શનને 6 દિવસમાં પાછળ છોડી દીધું છે. જ્યારે આ ફિલ્મે 691.08 કરોડનું કલેક્શન કરનાર ગદર 2 નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ ફિલ્મે 723.70 કરોડ કમાનારી 2.0 ને પણ પાછળ છોડી દીધી છે. આ ઉપરાંત ફિલ્મે 769.89 કરોડ રૂપિયાનું કલેક્શન કરનાર આમીર ખાનની મૂવી પીકે ને પણ પાછળ છોડી દીધી છે. આ સિવાય આ મુવીએ વિકી કૌશલના કરિયરની હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ છાવા ને પણ પછાડી દીધી છે જેણે 807.91 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે આ ફિલ્મ બુધવારે પણ પોતાની કમાણીથી ઘણી ફિલ્મોને પાછળ છોડવાની તૈયારીમાં છે જેમાં સૌથી પહેલો નંબર થિયેટર્સમાં ચાલી રહેલી રજનીકાંતની મૂવી જેલર 2 નો છે.

