અટલ સમાચાર, મહેસાણા
ઉત્તર ગુજરાતમાં અચાનક સોમવારે વાતાવરણમાં પલટો આવી ગયો છે. કાળાડિબાંગ વાદળો સાથે ચોમાસા જેવો માહોલ ઉભો થયો છે. હવામાન વિભાગે 24 કલાક દરમિયાન માવઠાંની સંભાવના વ્યક્ત કરતા ખેડૂત આલમમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનના કારણે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વાતાવરણ બદલાઈ ગયું છે. સોમવારે વહેલી સવારથી જ વાદળો ઘેરાઈ જતાં સૂર્યની સંતાકૂકડી જોવા મળી છે.
હવામાન વિભાગે સોમવારથી મંગળવાર બપોર સુધી આ પ્રકારનું વાતાવરણ રહેવાની તેમ જ ક્યાંક સામાન્ય છૂટાં છવાયા ઝાપટાની સંભાવના વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં ખેતરોમાં ઊભા પાક જેવા કે, જીરૂ, વરીયાળી સહિતના પાકો માટે ફુગ જન્ય રોગની બીક ખેડૂતોને ઊભી થઈ છે.
ખેતીવાડી વિભાગે બે થી ચાર દિવસ ઊભા પાકને પાણી અને ખાતર નહીં આપવા જણાવ્યું છે. આચાનક વાતાવરણમાં પલટો આવતાં ફરી એક વાર ઠંડીનો ચમકારો વધી રહ્યો છે