મહામારીઃ અત્યાર સુધી દુનિયાભરમાં કોરોનાથી 3 લાખ 46 હજારના મોત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોનો વૈશ્વિક આંકડો વધીને 55 લાખની નજીક પહોંચી ગયો છે. જ્યારે આ મહામારીના કારણે મૃત્યુઆંક 3 લાખ 46 હજારથી વધારે થયો છે. અમેરિકાની જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટીએ આ જાણકારી આપી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટિના સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એન્જીનિયરિંગ (સીએસએસઈ)એ નવા આંકડા જાહેર કર્યા છે. દુનિયાભરમાં મંગળવાર સવાર
 
મહામારીઃ અત્યાર સુધી દુનિયાભરમાં કોરોનાથી 3 લાખ 46 હજારના મોત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોનો વૈશ્વિક આંકડો વધીને 55 લાખની નજીક પહોંચી ગયો છે. જ્યારે આ મહામારીના કારણે મૃત્યુઆંક 3 લાખ 46 હજારથી વધારે થયો છે. અમેરિકાની જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટીએ આ જાણકારી આપી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટિના સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એન્જીનિયરિંગ (સીએસએસઈ)એ નવા આંકડા જાહેર કર્યા છે. દુનિયાભરમાં મંગળવાર સવાર સુધી કુલ 54 લાખ 94 હજાર 287 લોકો કોવિડ-19નો શિકાર થયા છે. જેમાં મૃત્કોની સંખ્યાં 3 લાખ 46 હજાર 229 છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ દરમિયાન બીજી તરફ 2 લાખ 62 હજાર 547 કેસ સાથે બ્રિટન, 2 લાખ 35 હજાર 400 કેસ સાથે સ્પેન, 2 લાખ 30 હજાર 158 કેસ સાથે ઇટલી, 1 લાખ 83 હજાર 67 કેસ સાથે ફ્રાન્સ, 1 લાખ 80 હજા 600 કેસ સાથે જર્મની, 1 લાખ 57 હજાર 814 કેસ સાથે તુર્કી, 1 લાખ 44 હજાર 950 કેસ સાથે ભારત, 1 લાખ 37 હજાર 724 કેસ સાથે ઈરાન અને 1 લાખ 23 હજાર 979 કેસ સાથે પેરૂ મહામારીથી અન્ય સૌથી વધારે પ્રભાવિત દેશોમાં સામેલ છે.

સીએસએસઈના આંકડા અનુસાર, વૈશ્વિક મોતના આંકડાની વાત કરવામાં આવે તો, કુલ 36 હજાર 996 મોત સાથે બ્રિટન બીજા સ્થાન પર છે. યૂરોપીયન દેશોમાં આ આંકડો સૈથી વધારે છે. મહામારીના કારણે થયેલા 10 હજારથી વધારે મોત અન્ય દેસોમાં 32 હજાર 877 મોત સાથે ઈટલી, 28 હજાર 430 મોત સાથે ફ્રાન્સ, 26 હજાર 834 મોત સાથે સ્પેન અન 23 હજાર 473 મોત સથે બ્રાઝીલ સામ થ,