મહામારીઃ કોરોના વાયરસથી વિશ્વના 195 દેશમાં સંક્રમણ, 24087 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાઈરસને વિશ્વના 195 દેશમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાના અત્યાર સુધીમાં વિશ્વભરમાં 5 લાખ 32 હજાર 200 કેસ નોંધાઈ ચૂક્યા છે. 24 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. 1 લાખ 24 હજાર 300 લોકો સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ચોકાવનારી વાત એ
 
મહામારીઃ કોરોના વાયરસથી વિશ્વના 195 દેશમાં સંક્રમણ, 24087 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાઈરસને વિશ્વના 195 દેશમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાના અત્યાર સુધીમાં વિશ્વભરમાં 5 લાખ 32 હજાર 200 કેસ નોંધાઈ ચૂક્યા છે. 24 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. 1 લાખ 24 હજાર 300 લોકો સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચોકાવનારી વાત એ છે કે ચીનથી શરૂ થયેલા આ વાઈરસથી વધુ ખૂવારી બીજા દેશોમાં જોવા મળી રહી છે. કુલ પોઝિટિવ કેસોની સંખ્યામાં ચીન કરતા અમેરિકા આગળ નિકળી ગયું છે. અમેરિકામાં કુલ પોઝિટિવ કેસ 85594 નોંધાયા છે, જ્યારે ચીનમાં 81340 નોંધાયા છે. ચીન કરતા ઈટાલી અને સ્પેનમા વધારે મૃત્યુઆંક નોંધાયો છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં 8215 લોકોના મોત થયા છે, સ્પેનમાં 4365 લોકોના અને ચીનમાં 3292 લોકોના મોત થયા છે.

અમેરિકાના યુદ્ધ જહાજ થિયોડોર રુઝવેલ્ટ ઉપર શુક્રવારે 25 નૌસૈનિકો પોઝિટિવ આવ્યા છે. બે દિવસ પહેલા આ જહાજ ઉપર ત્રણ કેસ પોઝિટિવ આવ્યા હતા. સંક્રમણના કેસ સામે આવ્યા છતા ચીફ ઓફ નેવલ ઓપરેશન્સ માઈક ગિલ્ડે કહ્યું કે અમારુ વલણ આક્રમક રહેશે. કોઈપણ સંકટને પહોંચી વળવા માટે જવાબી કાર્યવાહી કરવા માટે અમે સક્ષમ છીએ.