મહામારી@દેશઃ ગત 24 કલાકમાં 2553 નવા કેસ, 72ના મોત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. તેને રોકવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ સંક્રમણનો આંકડો વધતો જાય છે. દેશમાં કોરોના સંક્રમણના દર્દીઓનો આંકડો ફરીથી વધી ગયો છે. અત્યાર સુધી એક્ટિવ કેસ 29453 છે, એટલે કે તેમની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ સંક્રમણના લીધે મોતનો આંકડો વધીને 1373
 
મહામારી@દેશઃ ગત 24 કલાકમાં 2553 નવા કેસ, 72ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. તેને રોકવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ સંક્રમણનો આંકડો વધતો જાય છે. દેશમાં કોરોના સંક્રમણના દર્દીઓનો આંકડો ફરીથી વધી ગયો છે. અત્યાર સુધી એક્ટિવ કેસ 29453 છે, એટલે કે તેમની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ સંક્રમણના લીધે મોતનો આંકડો વધીને 1373 થઇ ગયો છે.

દેશમાં કોરોનાના અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસ 42533 છે. તો બીજી તરફ 11707 લોકો સાજા થયા છે. ગત 24 કલાકમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે અને 2553 નવા કેસ સામે આવ્યા છે. તો ગત 24 કલાકમાં 72 લોકોના મોત થયા છે. કોરોનાની રિકવરી રેટ 27.52 ટકા છે. દેશભરમાં લોકડાઉન 3.0 લાગૂ થઇ ગયું છે અને આ 17 મે સુધી ચાલશે. આ દરમિયાન ઘણા શહેરોમાં શરતોની સાથે ઘણી છૂટ મળશે. ગ્રીન ઝોનમાં સૌથી વધુ રાહત તો રેડ ઝોનમાં સૌથી વધુ સખતાઇ વર્તવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લોકડાઉનના ત્રીજા તબક્કામાં દિલ્હીને કેન્દ્રની આપવામાં આવેલી છૂટ મળશે. આજે ઓફિસ ખુલશે, ઘરેલૂ કર્મચારીઓને પણ કામે જવાની પરવાનગી રહેશે. પરંતુ સ્કૂટર પર બે લોકોને જવા પર પ્રતિબંધ છે. લોન્ડ્રી, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન જેવી સેવાઓ પણ આજથી શરૂ થઇ જશે.

કોરોના વાયરસના સંક્રમણ હિસાબથી આખા દેશને 3 ભાગમાં ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. ગ્રીન ઝોનમાં 319 અને ઓરેન્જ ઝોનમાં 284 જિલ્લા છે. દિલ્હી, મુંબઇ, કલકત્તા, અમદાવાદ સહિત 130 જિલ્લા રેડ ઝોનમાં છે. ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં લોકડાઉન દરમિયાન રાહત મળશે પરંતુ રેડ ઝોનમાં સખતાઇ રહેશે. એવામાં તમારે જાણવું જરૂરી છે કે તમારો વિસ્તાર કયા ઝોનમાં આવે છે.