file photo
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોના દર્દીઓનો આંકડો 4500ને પાર કરી ગયો છે. સૌથી વધારે 33 કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના કારણે 132 લોકોના મોત થયા છે, જેમાં સૌથી વધારે 46 લોકોના મોક મહારાષ્ટ્રમાં જ થયા છે. આ આંકડાઓ covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. જો કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, સોમવારે 9 વાગ્યા સુધી સંક્રમિતોની સંખ્યા 4067 છે. જેમાંથી 291 સ્વસ્થ થઈ ચુક્યા છે, જ્યારે 109 દર્દીઓનું મોત થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બીજી તરફ તેલંગાણાના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે લોકડાઉનને 15 એપ્રિલ બાદ બે અઠવાડિયા લંબાવવા માટે ભલામણ કરી છે. તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે. દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 4405 થઈ ગઈ છે. સોમવારે મહારાષ્ટ્રમાં 33, ગુજરાતમાં 16, આંધ્રપ્રદેશમાં 14, રાજસ્થામાં 8 અને ઝારખંડમાં 1 નવો કેસ સામે આવ્યો છે. રવિવારે દેશમાં સૌથી વધારે 605 કેસ સામે આવ્યા હતા.

દેશમાં અત્યાર સુધી આ મહામારીના કારણે 132 લોકોના મોત થયા છે. જેમાં મધ્યપ્રદેશના ભોપાલમાં સોમવારે કોરોનાના કારણે પહેલું મોત થયું હતું. ત્રણ દિવસ પહેલા હોસ્પિટલમાં ભરતી 52 વર્ષના નરેશ સટીકનો રવિવારે રાતે 12.30 વાગ્યે મોત થયું હતું. તેમણે તાવ અને નિમોનીયાની ફરિયાદ બાદ શહેરના એમબીએસ હોસ્પિટલમાં ભરતી કરાવાયા હતા. મોત બાદ સોમવારે સવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રના નાલાસોપારામાં પણ 65 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું.

આ ઉપરાંત વડોદરામાં સોમવારે 62 વર્ષીય એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે. વડોદરાના નગરપાલિકા કમિશનર નલિન ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે, મહિલા ગત દિવસોમાં શ્રીલંકાથી આવ્યા બાદ બિમાર થઈ ગઈ હતી. તેને 18 માર્ચે વડોદરાના એસએસજી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં ટેસ્ટ બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે શ્રીલંકાથી આવેલા એક ગ્રુપમાં સામેલ હતા. 2 એપ્રિલે આ ગ્રુપના અન્ય એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે જ ગુજરાતમાં સંક્રમણથી મૃતકોની સંખ્યા 12 થઈ ગઈ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code