મહામારી@દેશઃ કોરોના વાયરસથી CRPFમાં પ્રથમ મોતથી ખળભળાટ

અટલ સમાચાર, ડેસ્ક દિલ્હીમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના એક જવાનનું કોરોના સંક્રમણના કારણે મંળવારે મોત થયું છે. 55 વર્ષના આ સીઆરપીએફના જવાનને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ગત સપ્તાહે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં જવાનનો રિપોર્ટ કોરોનો પોઝિટિવ આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અંતર્ગત કાર્યરત લગભગ 10 લાખ કર્મીવાળા સીઆરપીએફમાં કોવિડ-19 મહામારીના કારણે પ્રથમ મોત થયું છે.
 
મહામારી@દેશઃ કોરોના વાયરસથી CRPFમાં પ્રથમ મોતથી ખળભળાટ

અટલ સમાચાર, ડેસ્ક

દિલ્હીમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના એક જવાનનું કોરોના સંક્રમણના કારણે મંળવારે મોત થયું છે. 55 વર્ષના આ સીઆરપીએફના જવાનને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ગત સપ્તાહે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં જવાનનો રિપોર્ટ કોરોનો પોઝિટિવ આવ્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અંતર્ગત કાર્યરત લગભગ 10 લાખ કર્મીવાળા સીઆરપીએફમાં કોવિડ-19 મહામારીના કારણે પ્રથમ મોત થયું છે. મૃતક સીઆરપીએફમાં એસઆઈના પદ પર નિમણુક હતા. એસઆઈ અસમના બારપેટા જિલ્લાના રહેવાસી હતા અને તેમને પહેલા જ ડાયબિટીસની બીમારી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્રીય રીઝર્વ પોલીસ બળના દિલ્હી સ્થિતિ બટાલિયનમાં તૈનાત 47માંથી 15 કર્મચારી કોવિડ-19થી સંક્રમિત થયા છે. આ જાણકારી અધિકારીઓએ શનિવારે આપી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ જવાન સીઆરપીએફની 31મી બટાલિયનનો છે. જેમના 9 કર્મચારી 23 એપ્રિલે કોવિડ-19થી સંક્રમિત આવ્યા હતા.

અધિકારીએ કહ્યું કે આ એકમમાં કર્મચારીઓની તપાસ ત્યારે કરાવવામાં આવી જ્યારે ગત સપ્તાહે બટાલિયનમાં જનાર એક હેડ કોન્સ્ટેબલ તપાસમાં કોવિડ-19થી સંક્રમિત થયો હતો. કોન્સ્ટેબલ નર્સિગ કર્મચારી તરીકે કાર્યરત હતો. તે જમ્મુ કાશ્મીરના કુપવાડામાં 162મી બટાલિયનનો ભાગ છે. તે રજામાં નોઇડા આવ્યો હતો.