આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

વિશ્વમાં કોરોના વારસથી 18 લાખ 52 હજાર 652 લોકો સંક્રમિત છે. એક લાખ 14 હજાર 208 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ચાર લાખ 23 હજાર 400 લોકો સાજા થઈ ચૂક્યા છે. ન્યુયોર્કના રિયલ એસ્ટેટ બિઝનેસમેન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મિત્ર સ્ટેનલી ચેરાનું કોરાનાથી મોત થયું છે. તે 70 વર્ષના હતા. ફેડરલ ઈલેક્શન કમીશનના રેકોર્ડ મુજબ, 2016થી 2019 સુધી સ્ટેનલીએ ટ્રમ્પ વિક્ટ્રી ઓર્ગેનાઈઝેશનને લગભગ ચાર કરોડ રૂપિયા ( 4 લાખ 2 હજાર 800 ડોલર) આપ્યા હતા. બીજી તરફ ઈઝરાયલના પૂર્વ પ્રમુખ રબ્બી અલિયાહૂ બક્શી ડોરેનનું પણ રવિવારે રાતે મોત થયું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૌથી વધુ પ્રભાવિત અમેરિકા અને અહીંના ન્યુયોર્ક સ્ટેટમાં એક દિવસમાં થનારા મોતમાં ઘટાડો આવ્યો છે. દેશમાં 24 કલાકમાં 1,528 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમાં ન્યુયોર્કમાં જ માત્ર 758 લોકોના મોત થયા છે. એક દિવસ પહેલા જ દેશમાં 1,920 અને રાજ્યમાં 783 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અત્યાર સુધીમાં અમેરિકામાં 22 હજાર 105 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં પાંચ લાખ 60 હજાર 452 લોકો સંક્રમિત છે. અમેરિકાના રાજ્ય ટેક્સાસમાં કોરોના વાયરસનો સામનો કરવા માટે અહીંના ગવર્નર ગ્રેગ અબોટે ડિઝાસ્ટર ડિક્લેરેશનને 30 દિવસ સુધી વધાર્યું છે.

ન્યૂયોર્કના રિયલ એસ્ટેટ બિઝનેસમેન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મિત્ર સ્ટેનલી ચેરીનું કોરોનાથી મોત થયું છે. તે 70 વર્ષના હતા.ફેડરલ ઈલેક્શન કમીશનના રેકોર્ડ મુજબ 2016થી 2019 સુધી સ્ટેનલીએ ટ્રમ્પ વિક્ટ્રી ઓર્ગેનાઈઝેશનને લગભગ ચાર કરોડ રૂપિયા ( 4 લાખ 2 હજાર 800 ડોલર) આપ્યા હતા. ન્યૂયોર્કમાં અત્યાર સુધીમાં 9 હજાર 385 લોકોના મોત, જ્યારે એક લાખ 89 હજાર 415 સંક્રમિત છે.ન્યૂયોર્ક પછી સૌથી વધુ પ્રભાવિત ન્યુજર્સી છે, જ્યાં અત્યાર સુધીમાં બે હજાર 350 લોકોના મોત થયા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code