મહામારીઃ વડોદરામાં કોરોનાથી પહેલું મોત, ગુજરાતમાં મૃત્યુઆંક 7 થયો

અટલ સમાચાર, ડેસ્ક દેશ સહિત રાજ્યમાં કોરોનાનો કેર વધી રહ્યો છે. આજે વહેલી સવારે વડોદરામાં કોરોના વાયરસ પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યુ છે. કોરોનાથી શહેરમાં પહેલું મોત નીપજ્યું છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા વધીને 7 થઇ છે. મહત્વનું છે કે, આ 55 વર્ષનાં દર્દી શ્રીલંકા જઇને આવ્યાં હતાં. અટલ સમાચાર
 
મહામારીઃ વડોદરામાં કોરોનાથી પહેલું મોત, ગુજરાતમાં મૃત્યુઆંક 7 થયો

અટલ સમાચાર, ડેસ્ક

દેશ સહિત રાજ્યમાં કોરોનાનો કેર વધી રહ્યો છે. આજે વહેલી સવારે વડોદરામાં કોરોના વાયરસ પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યુ છે. કોરોનાથી શહેરમાં પહેલું મોત નીપજ્યું છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા વધીને 7 થઇ છે. મહત્વનું છે કે, આ 55 વર્ષનાં દર્દી શ્રીલંકા જઇને આવ્યાં હતાં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શ્રીલંકાથી આવેલા આ વૃદ્ધને કારણે તેમના પરિવારના ચાર લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. હાલ આ ચારેય લોકો આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. જોકે, પુત્ર અને પુત્રવધૂનો રિપોર્ટ પહેલા પોઝિટિવ આવ્યો હતો અને અને બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ અંગે શહેરનાં દર્દી શાલિની અગ્રવાલે પુષ્ટી કરી છે. મહત્વનું છે કે, વડોદરામાં કોરોના પોઝિટિવનાં કેસ વધી રહ્યાં છે ત્યારે શંકાસ્પદ દર્દી ભાગવાનો મામલો સામે આવ્યો છે. અલી હુસેન સીદ્દીકી નામનો યુવક શંકાસ્પદ કોરોના દર્દી હતો. ગોત્રી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી તે ભાગી ગયો હતો. પોલીસે યુવાનને ઝડપીને ગોત્રી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, દિલ્હીના નિઝામુદ્દીન ખાતેથી પરત ફરેલા વડોદરાના શહેરનાં 124 અને જિલ્લાના 48ને ક્વોરન્ટીન કર્યા છે. બાકીનાઓની શોધખોળ ચાલી રહી છે. વડોદરાના તાંદળજા વિસ્તારનો અલિ નામનો 21 વર્ષનો એક યુવાન નિઝામુદ્દીનથી આવ્યો હતો અને તેની તબિયત કથળતા તેના નમૂના લેવામાં આવ્યાં છે. આ યુવાનને શરદી-ખાંસી અને સતત તાવ રહેતો હોવાના પગલે તેને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.