ઘટના@દેશ: પુણેમાં મોટી દુર્ઘટના, મુંબઈથી હૈદરાબાદ જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું

 
અકસ્માત

હેલિકોપ્ટર ક્રેશનું કારણ જાણી શકાયું નથી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પુણેના પૌડ વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની છે. આ ઘટનામાં પાયલોટ સહિત 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. જેમાંથી એકની હાલત ગંભીર જાણવા મળી છે. આ હેલિકોપ્ટર રહેણાંક વિસ્તારથી દૂર પડ્યું હતું. મહારાષ્ટ્રના પુણેમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, હેલિકોપ્ટર ખાનગી એવિએશન કંપનીનું હતું. મુંબઈથી હૈદરાબાદ તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થઈને જમીન પર પડ્યું હતું. હેલિકોપ્ટરમાં પાયલટ સહિત કુલ 4 લોકો સવાર હતા.

પ્રાથમિક માહિતી અનુસાર હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો ઈજાગ્રસ્ત થયા છે.આ હેલિકોપ્ટર દુર્ઘટનાની પુણે ગ્રામીણ એસ.પી પંકજ દેશમુખે પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું છે કે, ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ હેલિકોપ્ટર ક્રેશનું કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામી હોવાની વાત સામે આવી રહી છે. વરસાદને કારણે પુણેમાં હવામાન પણ સારું નથી. આ કારણે પણ હેલિકોપ્ટર પણ ક્રેશ થવાની આશંકા લગાવાઈ રહી છે. હાલ રાહત અને બચાવ કાર્ય માટે એક ટીમ ઘટનાસ્થળે હાજર છે.