ઘટના@હારીજ: ડીલીવરીમાં બાળક ઉંધુ મળ્યું, ત્વરિત કુત્રિમ શ્વાસથી જીવતદાન

અટલ સમાચાર, મહેસાણા હારીજ તાલુકાના ગામે નવજાત બાળકને કૃત્રિમ શ્વાસ આપી જીવ બચાવવામાં આવ્યો છે. 108 એમ્બ્યુલન્સ સેવા ચંદાબેન માટે આશિર્વાદરૂપ સાબિત થઈ છે. સ્થળ પર જોડીયા બાળકોની ડિલીવરી કરાવી ઈશ્વરીય જવાબદારીનું નિર્વહન કરી પેરામેડિકલ સ્ટાફે ડિલીવરી દરમ્યાન બીજા બાળકના બંધ પડી ગયેલા હ્રદયને કૃત્રિમ શ્વાસ આપી નિશ્ચેત થયેલા શરીરમાં નવા પ્રાણ ફૂંક્યા હતા. અટલ
 
ઘટના@હારીજ: ડીલીવરીમાં બાળક ઉંધુ મળ્યું, ત્વરિત કુત્રિમ શ્વાસથી જીવતદાન

અટલ સમાચાર, મહેસાણા

હારીજ તાલુકાના ગામે નવજાત બાળકને કૃત્રિમ શ્વાસ આપી જીવ બચાવવામાં આવ્યો છે. 108 એમ્બ્યુલન્સ સેવા ચંદાબેન માટે આશિર્વાદરૂપ સાબિત થઈ છે. સ્થળ પર જોડીયા બાળકોની ડિલીવરી કરાવી ઈશ્વરીય જવાબદારીનું નિર્વહન કરી પેરામેડિકલ સ્ટાફે ડિલીવરી દરમ્યાન બીજા બાળકના બંધ પડી ગયેલા હ્રદયને કૃત્રિમ શ્વાસ આપી નિશ્ચેત થયેલા શરીરમાં નવા પ્રાણ ફૂંક્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજ તાલુકાના રસુલપુરા ગામે અનારસંગજી ઠાકોરના પત્નિ ચંદાબેનને રાત્રે નવ વાગ્યે લેબર પેઈન શરૂ થયો હતો. જેને લઇ ગામમાં આશા વર્કર તરીકે કામ કરતા ચેતનબેને રાત્રે સગર્ભાના ઘરે પહોંચી જઈ 108 પર ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી હતી. ત્વરીત સ્થળ પર પહોંચી જઈ એમ્બ્યુલન્સના ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન રાકેશભાઈએ સ્થળ પર જ બાળકની નોર્મલ ડિલીવરી કરાવી. તે સમયે રાકેશભાઈના ધ્યાનમાં આવ્યું કે ચંદાબેનના ગર્ભમાં હજી બીજુ બાળક છે. બીજા બાળકની ડિલીવરી મુશ્કેલ જણાઈ, કારણ કે આ બ્રિચ ડિલીવરીનો કેસ હતો. ગર્ભમાં રહેલુ બાળક ઉંધુ હોવાથી રાકેશભાઈએ અમદાવાદ સ્થિત ડૉક્ટરની સલાહ લીધી અને તે મુજબ બીજા બાળકની સફળ નોર્મલ ડિલીવરી કરાવી.

ઘટના@હારીજ: ડીલીવરીમાં બાળક ઉંધુ મળ્યું, ત્વરિત કુત્રિમ શ્વાસથી જીવતદાન

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ડિલીવરી પહેલાં જ બાળકે ગર્ભમાં સ્ટુલ પાસ કરી દીધુ હતું જેના કારણે તેના ધબકારા બંધ પડી ગયા હતા. નવજાતના પગમાં પિંચીંગ પીઠ રબ કરવા છતાં ધબકારા શરૂ થયા ન હતા. ક્રીટીકલ કેસ માટે ખાસ તાલીમ પામેલા ઈ.એમ.ટી. રાકેશભાઈએ નવજાતને અંબુ પંપ દ્વારા પંપીંગ કરી કૃત્રિમ શ્વાસ આપીને નવજાત શિશુને નવુ જીવન આપ્યુ હતુ.

જોડિયા બાળકોના પિતાએ 108 સ્ટાફનો આભાર માન્યો

સમગ્ર મામલે જોડિયા બાળકોના પિતા અનારસંગજીએ જણાવ્યુ હતુ કે, 108ના સ્ટાફે ખુબ જહેમતથી મારા બાળકના બંધ પડેલા ધબકારા શરૂ કરી તેને જીવાડ્યો. ખરા સમયે જો એમ્બ્યુલન્સ ન આવી હોત તો મારા બાળકોનો જીવ ન બચાવી શકાયો હોત. 108 એમ્બ્યુલન્સ મારા બાળકો માટે લાઈફ લાઈન બનીને આવી. મુશ્કેલીના સમયમાં સમયસર મદદ મળી શકી તે માટે હું આજીવન રાજ્ય સરકારનો આભારી રહીશ.

ઘટના@હારીજ: ડીલીવરીમાં બાળક ઉંધુ મળ્યું, ત્વરિત કુત્રિમ શ્વાસથી જીવતદાન

સમગ્ર મામલે ઈ.એમ.ટી. રાકેશભાઈએ જણાવ્યુ હતુ કે, બ્રિચ ડિલીવરી કંડિશનમાં સામાન્ય રીતે સિઝેરીયન કરવામાં આવે છે, પરંતુ અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે સગર્ભા મહિલાને હોસ્પિટલ પહોંચાડવા જેટલો સમય ન હતો. ડૉક્ટરનો સંપર્ક સાધી તેમની સલાહ મુજબ બ્રિચ ડિલીવરી કંડિશનમાં રહેલ બાળકની નોર્મલ ડિલીવરી કરાવી શક્યો. ડિલીવરી બાદ બાળકના વાઈટલ રેકોર્ડ થઈ શકતા ન હતા, તેથી તેને કૃત્રિમ શ્વાસ આપી તેનો જીવ બચાવી શક્યો. મારા હાથે એક નવજાતને નવી જીંદગી આપી શક્યો તેનો આનંદ છે.

નોંધનિય છે કે, 108 એમ્બ્યુલન્સના સ્ટાફ અને આશા વર્કરના સંયુક્ત પ્રયત્નો દ્વારા જોડિયા બાળકોની સફળ ડિલીવરી કરાવ્યા બાદ બંને નવજાત અને તેમની માતાને હારીજ સી.એચ.સી ખાતે ખસેડવામાં આવ્યા. જોડિયા બાળકોનું વજન ઓછું હોવાથી ફરજ પરના તબીબે તેમને પાટણના ધારપુરની જનરલ હોસ્પિટલ રિફર કર્યા. ધારપુર ખાતે હાલ બંને બાળકોને ઈન્કયુબેટરમાં રાખવામાં આવ્યા છે જ્યાં તેમનું સ્વાસ્થ્ય સુધારા પર છે. સૌથી ઓછા બાળ મરણના દર સાથે ગુજરાત દેશમાં મોખરાના સ્થાને છે ત્યારે પાટણ જિલ્લાના હારીજ ખાતે 108 એમ્બ્યુલન્સ ટીમની સમયસુચકતા, ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયનના ત્વરિત નિર્ણય અને જહેમતથી સગર્ભા માતા સાથે જોડિયા બાળકોનો જીવ બચાવી શકાયો. એક બાળકની નોર્મલ ડિલીવરી બાદ બ્રિચ ડિલીવરી કંડિશનમાં બીજા બાળકની સફળ ડિલીવરી પણ કરાવી અને સાથે સાથે બીજા નવજાતને કૃત્રિમ શ્વાસ આપી મોતના મુખમાંથી ઉગારી નવજીવન બક્ષ્યું.