આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, સાંતલપુર

લોકડાઉન વચ્ચે સાંતલપુર તાલુકાના ગામે બે જૂથ વચ્ચે ધિંગાણાની ઘટના સામે આવી છે. જૂની અદાવતમાં બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. જોકે સાંતલપુર પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરીયાદ મુજબ આરોપીઓએ લાકડી સહિતના હથિયારો વડે ફરીયાદી અને તેમના પરિવાર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ચાર લોકોને ઇજાઓ પહોંચી તો એકની હાલત અત્યંત ગંભીર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. સાંતલપુર પોલીસ મથકે નોંધાયેલી ફરીયાદ મુજબ લોદરા ગામના વાઘાભાઇ રામાભાઇ ઠાકોર ગઇકાલે સાંજના સમયે રામચંદભાઇ ઠાકોરના ઘરે ગયા હતા. ગત દિવસોએ રામચંદભાઇ ઠાકોરના દીકરા વિષ્ણુ અને ફરીયાદીની દીકરી સાથે બબાલ થયેલ હોઇ સમાજના કહેવાથી વિષ્ણુને ગામ બહાર રહેવા મોકલી દેવાયો હતો. જોકે એ ફરી ગામમાં આવતા ફરીયાદી પરિવાર સાથે તેમને સમજાવવા ગયા હતા.

આ દરમ્યાન બોલાચાલીને અંતે મામલો વધુ બિચકતા જૂથ અથડામણ થઇ હતી. જેમાં રામચંદભાઇ લાધાભાઇ ઠાકોર, વિષ્ણુભાઇ રામચંદભાઇ ઠાકોર અને સોનલબેન રામચંદભાઇ ઠાકોરે ઉશ્કેરાઇ જઇ ફરીયાદીના પરિવાર ઉપર લાકડી વડે માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જૂથ અથડામણમાં ત્રણ પુરૂષ અને એક સ્ત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ સાથે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code