આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જિલ્લામાં દુષ્કર્મની ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે. જેમાં વધુ એક ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. સુઇગામ તાલુકાના ગામે સગીરા સાથે ગામના જ યુવકે બળજબરીપુર્વક દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કરી હુમલો કર્યો હતો. જોકે સગીરાએ આરોપીને પકડીને બુમાબુમ કરતા હુમલો કરી ફરાર થઇ ગયો હતો. ઘટનાને પગલે યુવતિએ સુઇગામ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના ગામે સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો છે. ગામનો માનસિંગ ભગવાનભાઇ ઠાકોર અચાનક ખેતરમાં આવીને ખેતીકામ કરતી યુવતિ સાથે જબરજસ્તીપુર્વક શારીરીક સંબંધ કરવાનો પ્રયાસ કર્યો હતા. આ દરમ્યાન સગીરાએ હિંમતપુર્વક તેનો વિરોધ કરી બુમાબુમ કરતા આરોપી સગીરાના મોઢા ઉપર ચાકુ મારી ફરાર થઇ ગયો હતો. જેથી હેબતાઇ ગયેલી યુવતિએ પરિવારજનોને જાણ કરતા સુઇગામ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદને પગલે આરોપી વિરૂધ્ધ ઇ.પી.કો.ક 354(એ) 324,506 (2) તથા પોસ્કો એક્ટ ક.12 મુજબ ગુનો નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code