ભાભર પાલિકાના અણધડ વહીવટનો પુરાવોઃકર્મચારી બાદશાહી ઠાઠમાં નજરે ચડ્યો

અટલ સમાચાર, પાલનપુર ભાભર નગરપાલિકાના વહીવટને લઈ સ્થાનિક લોકો નારાજ જોવા મળી રહ્યા છે. આમપણ કામ થાય કેવી રીતે કામના સમયે કર્મચારી આરામ ફરમાવી રહ્યા છે. આ અંગે પાલિકાના સત્તાધીશો પણ મોં સીવીને બેઠા છે. બનાસકાંઠાની ભાભર પાલિકાનો વહીવટ દિવસે દિવસે ખાડે જઈ રહ્યો છે. લોકો પણ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. કામ કરાવવા જાય
 
ભાભર પાલિકાના અણધડ વહીવટનો પુરાવોઃકર્મચારી બાદશાહી ઠાઠમાં નજરે ચડ્યો

અટલ સમાચાર, પાલનપુર

ભાભર નગરપાલિકાના વહીવટને લઈ સ્થાનિક લોકો નારાજ જોવા મળી રહ્યા છે. આમપણ કામ થાય કેવી રીતે કામના સમયે કર્મચારી આરામ ફરમાવી રહ્યા છે. આ અંગે પાલિકાના સત્તાધીશો પણ મોં સીવીને બેઠા છે.

બનાસકાંઠાની ભાભર પાલિકાનો વહીવટ દિવસે દિવસે ખાડે જઈ રહ્યો છે. લોકો પણ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. કામ કરાવવા જાય તો અહીંના કર્મચારી હરેશભાઈ ચૌધરી ચેમ્બરમાં જ બાદશાહી આરામમાં જોવા મળી રહ્યા છે. ત્યારે કામ કેમ થાય? સ્થાનિક લોકો પણ ભારે પરેશાન બન્યા છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોનું માનીએ તો દુઃખની વાત એ છે કે, પાલિકાના સત્તાધીશો પણ આંખ આડા કાન કરી રહ્યા છે.

આ બાબતે ભાભર નગરપાલિકા પ્રમુખનો સંપર્ક કર્યો તો તેઓએ જણાવ્યું હતું કે, હું રજા ઉપર છું. આમ ત્રણ શબ્દોના જવાબમાં પ્રમુખે પોતાની છટક બારી શોધી લીધી હોય તો આમ આદમીના કામો પણ આવા જવાબોથી જ થતા હશે તેમ લાગી રહ્યું છે.