આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ગઇકાલથી જ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે તેનું કારણ છે EVM. અમેરિકાના એક હેકરે લંડનમાં પ્રેસ કોન્ફરન્સ કઇ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) હેક કરવુ એકદમ સરળ છે અને અગાઉની ચુંટણીઓમાં આવુ થયુ છે તે મતલબની વાત કરતા કેન્દ્રીય આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે મંગળવારે રાજધાની દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર જોરદાર વળતો હુમલો કરતા કહયુ હતુ કે, ઈવીએમ હેકિંગ પર લંડનમાં થયેલા કાર્યક્રમને કોંગ્રેસે સ્પોન્સર્ડ કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર નક્કી છે અને તેથી કોંગ્રેસ અત્યારથી હારના બહાના શોધવામાં લાગી ગઈ છે.
સૈયદ શુજા નામના અમેરિકન સાઇબર એક્સપર્ટે સ્કાઇપ દ્વારા લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી. તેણે દાવો કર્યો કે ઈવીએમને હેક કરવું મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. તેનો દાવો છે કે ટ્રાન્સમીટર દ્વારા કોઈ બ્લૂટૂથ અને વાઇફાઈ વગર ઈવીએમને હેક કરી શકાય છે.

28 Sep 2020, 1:34 AM (GMT)

COVID-19 Global Stats

33,303,209 Total Cases
1,002,383 Death Cases
24,634,061 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code