EVM-VVPAT મામલોઃ વિપક્ષોની પુનઃવિચાર અરજી સુપ્રીમે ફગાવી દીધી

અટલ સમાચાર, ડેસ્ક ઈવીએમ મશીનમાં નાખવામાં આવેલા મતના 50 ટકાને વીવીપીએટ સાથે ચેક કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના જૂના આદેશમાં ફેરફાર કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમે ઈવીએમ અને વીવીપીએટી મશીનને ચેક કરવાની સંખ્યા વધારવાની ના પાડી દીધી છે. કોંગ્રેસ, ટીડીપી સહિત 21 વિરોધ પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં આ અંગે પુનઃવિચારણા માટે અરજી કરી હતી જેને
 
EVM-VVPAT મામલોઃ વિપક્ષોની પુનઃવિચાર અરજી સુપ્રીમે ફગાવી દીધી

અટલ સમાચાર, ડેસ્ક

ઈવીએમ મશીનમાં નાખવામાં આવેલા મતના 50 ટકાને વીવીપીએટ સાથે ચેક કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના જૂના આદેશમાં ફેરફાર કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમે ઈવીએમ અને વીવીપીએટી મશીનને ચેક કરવાની સંખ્યા વધારવાની ના પાડી દીધી છે. કોંગ્રેસ, ટીડીપી સહિત 21 વિરોધ પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં આ અંગે પુનઃવિચારણા માટે અરજી કરી હતી જેને સુપ્રીમે ફગાવી દીધી છે.

સુનાવણી દરમિયાન વિરોધ પક્ષ તરફથી ચંદ્રાબાબુ નાયડુ, ડી. રાજા, સંજય સિંહ અને ફારુક અબ્દુલ્લા કોર્ટમાં હાજર રહ્યા હતા. અરજીને ફગાવી દેતા મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ જણાવ્યું કે, કોર્ટ આ કેસની સુનાવણી વારંવાર શા માટે કરે? તેમણે કહ્યું કે, કોર્ટ આ કેસમાં હસ્તક્ષેપ કરવા માગતી નથી.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને કરવામાં આવેલી આ અરજીની સુનાવણીના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે દરેક વિધાનસભા વિસ્તારમાં ઓછામાં ઓછા પાંચ બૂથના ઈવીએમ અને વીવીપીએટી મશીનની ચિઠ્ઠીના મતને ચેક કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણી પંચે સુપ્રીમના આ આદેશને સ્વીકારી પણ લીધો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, દરેક ચૂંટણી ક્ષેત્રમાંથી 5 વીવીપીએટી મશીનનું ઈવીએમમાં નાખવામાં આવેલા મત સાથે સરખામણી કરવી જોઈએ. આ અગાઉ માત્ર એક જ વીવીપીએટી મશીનની સરખામણી કરવામાં આવતી હતી.

અત્યાર સુધી ચૂંટણી પંચ 4125 EVM અને VVPAT મશીનમાં નાખવામાં આવેલા વોટને સરખાવતું હતું. જે હવે સુપ્રીમ કોર્ટના આદેશ પછી વધીને 20,625 EVM અને VVPAT મશીનના વોટને સરખાવવાના રહેશે. આ અગાઉ દરેક વિધાનસભા ક્ષેત્રમાં માત્ર એક જ બૂથના EVMને VVPAT મશીન સાથે સરખાવાતા હતા. સુપ્રીમ કોર્ટે 21 વિરોધપક્ષોની અરજી પછી દરેક વિધાનસભા ક્ષેત્રમાં પાંચ ઈવીએમ મશીન ચેક કરવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ (TDP), શરદ પવાર (NCP), ફારુક અબ્દુલ્લા (NC), શરદ યાદવ (LJD), અરવિંદ કેજરીવાલ (AAP), અખિલેશ યાદવ (SP), ડેરેક ઓબ્રાયન (TMC) અને એમ.કે. સ્ટાલિન(DMK) તરફથી આ અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં તેમણે કોર્ટને આગ્રહ કર્યો હતો કે, લોકસભા ચૂંટણી 2019ના પરિણામો જાહેર થાય તે પહેલા 50 ટકા પરિણામને VVPAT મશીન સાથે સરખાવવા જોઈએ અથવા તો બીજી વખત ચેક કરવા જોઈએ.