મહેસાણા: કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા આ નેતાઓનો રાજકીય શિકાર થયો

અટલ સમાચાર, મહેસાણા ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન મહેસાણા કોંગ્રેસના કેટલાક નેતાઓ રાજકીય સફરમાં ભાજપમાં જોડાયા હતા. સ્વાભાવિક છે કે, કોઈ પાર્ટીમાં જોડાતાં પહેલાં કેટલીક બાબતો નક્કી કરવામાં આવતી હોય છે. જોકે દિગ્ગજ આગેવાન પ્રહલાદ પટેલ, રેખાબેન ચૌધરી અને જીવાભાઈ પટેલ ભવિષ્યમાં ભાજપ દ્વારા કંઈક હોદ્દો મળવાની આશા વચ્ચે જીવી રહ્યા છે. પાર્ટી બદલવાના નિર્ણય પાછળ
 
મહેસાણા: કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા આ નેતાઓનો રાજકીય શિકાર થયો

અટલ સમાચાર, મહેસાણા

ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન મહેસાણા કોંગ્રેસના કેટલાક નેતાઓ રાજકીય સફરમાં ભાજપમાં જોડાયા હતા. સ્વાભાવિક છે કે, કોઈ પાર્ટીમાં જોડાતાં પહેલાં કેટલીક બાબતો નક્કી કરવામાં આવતી હોય છે. જોકે દિગ્ગજ આગેવાન પ્રહલાદ પટેલ, રેખાબેન ચૌધરી અને જીવાભાઈ પટેલ ભવિષ્યમાં ભાજપ દ્વારા કંઈક હોદ્દો મળવાની આશા વચ્ચે જીવી રહ્યા છે.

પાર્ટી બદલવાના નિર્ણય પાછળ સૌથી મોટા બે કારણ જવાબદાર છે. એક તો નેતાને પોતાની જ પાર્ટીમાં હકીકતે અન્યાય થતો હોય. જ્યારે બીજું કારણ, નેતાની રાજકીય મહત્વકાંક્ષા હોય. જોકે કોઈપણ પાર્ટીના નેતાને અન્યાય નહિવત્ અને મહત્વાકાંક્ષા વધુ હોય છે.

આવી તમામ બાબતો વચ્ચે મહેસાણાનાં ભૂતપૂર્વ સાંસદ જીવાભાઇ પટેલ, વિજાપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય પ્રહલાદ પટેલ તેમજ મહેસાણા જિલ્લા પંચાયતનાં સદસ્ય રેખાબેન ચૌધરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. આથી ભાજપે જે-તે વખતે યોગ્ય જવાબદારી આપવાનું કહ્યું હતું. જોકે હજુ સુધી કોઇ હોદ્દો નહિ મળતાં લાગતાં વળગતાઓમા રાજકીય શિકાર થઈ ગયાનું ચર્ચાઇ રહ્યું છે.

સુત્રોએ જણાવ્યું હતું કે, ત્રણેય નેતાઓ લોકસભાની ચૂંટણી બાદ કંઇક મળશે તેવું નજીકના સાથીઓને કહી રહ્યા છે. જોકે કેન્દ્રમાં ફરી ભાજપનું શાસન ન આવે તો કોઈ ગેરંટી કહેવાય નહિ. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અન્ય જિલ્લાઓના કેટલાક નેતાઓને મલાઈદાર પોસ્ટ મળી છે.