File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવારની પસંદગી કરવા હાલ દિલ્હી દરબારમાં પક્ષના મોવડીઓ રાત ઉજાગરા કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના રાજકીય પ્રવાહોએ અચાનક અને અનપેક્ષિત વળાંક લીધો છે. બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી,પરથી ભટોળ, હરીભાઇ ચૌધરી અને કેશાજી ચૌહાણએ દાવેદારી નોંધાવી હતી ત્યારે પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરીએ ૧૮ માર્ચની મોડી સાંજે એકાએક પોતાની દાવેદારી પરત ખેંચી લઇ સૌને ચોંકાવી દીધા છે.

બનાસકાંઠા બેઠક માટે આ વખતે ભાજપની ટીકીટ માટે ચાર દાવેદારોના નામની પેનલ બની હોવાના અહેવાલો વચ્ચે શંકરભાઇ ચૌધરી એકમાત્ર મજબૂત દાવેદાર મનાઈ રહ્યા હતા. હવે બનાસકાંઠા બેઠક માટે તેમના સિવાય કોઈ પણ દાવેદારને તક આપવા પક્ષના મોવડી મંડળને પણ મોકળાશ આપી શંકરભાઇએ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની ગુડ બુકમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવી દીધું છે. જોકે શંકર ચૌધરીએ આવું શાણપણ વાપરી મોવડી મંડળના દિલ જીતવાની કોશિષ કરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code