EXCLUSIVE@ભાજપ: ઉત્તર ગુજરાતમાં શંકર ચૌધરીનો સમાંતર નેતા તૈયાર

અટલ સમાચાર, ગિરીશ જોશી ઉત્તર ગુજરાતમાં મોટાભાગની વિધાનસભાના મતદારો ઉપર શંકર ચૌધરીનો દબદબો રહ્યો છે. જોકે, ભાજપની આંતરિક રાજનીતિ અને બદલાયેલા સમીકરણોને પગલે મોટા જનસમુહને આવરી લેતી નેતાગીરી તૈયાર થઇ છે. ભાજપે અલ્પેશ ઠાકોરને પાર્ટીમાં આવકારી ભવિષ્ય માટે મોટો રાજકીય દાવ લીધો છે. ચૌધરી સહિતના ઓબીસી વર્ગ ઉપર શંકર ચૌધરીની પકડ બાદ ઉત્તર ગુજરાતમાં ભાજપ
 
EXCLUSIVE@ભાજપ: ઉત્તર ગુજરાતમાં શંકર ચૌધરીનો સમાંતર નેતા તૈયાર

અટલ સમાચાર, ગિરીશ જોશી

ઉત્તર ગુજરાતમાં મોટાભાગની વિધાનસભાના મતદારો ઉપર શંકર ચૌધરીનો દબદબો રહ્યો છે. જોકે, ભાજપની આંતરિક રાજનીતિ અને બદલાયેલા સમીકરણોને પગલે મોટા જનસમુહને આવરી લેતી નેતાગીરી તૈયાર થઇ છે. ભાજપે અલ્પેશ ઠાકોરને પાર્ટીમાં આવકારી ભવિષ્ય માટે મોટો રાજકીય દાવ લીધો છે. ચૌધરી સહિતના ઓબીસી વર્ગ ઉપર શંકર ચૌધરીની પકડ બાદ ઉત્તર ગુજરાતમાં ભાજપ માટે અલ્પેશ ઠાકોર નવો ચહેરો તૈયાર થયો છે. જેનાથી ભાજપને બે ફાયદા થયા છે.

ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોએ રાધનપુર, ખેરાલુ, થરાદ અને બાયડ વિધાનસભાની પેટાચુંટણી આવી રહી છે. જેમાં અગાઉ શંકર ચૌધરીની પરંપરાગત મનાતી રાધનપુર બેઠક ઉપર અલ્પેશ ઠાકોર ચુંટણી લડે તેમ છે. બાકીની એકમાત્ર થરાદ વિધાનસભા ઉપર શંકર ચૌધરીને ટીકીટ મળવાની સંભાવના ઉપર ચર્ચા બની છે. થરાદમાં અનેક દાવેદારો અને જીતની સંભાવના જોતા ભાજપ અનેક વિકલ્પો ઉપર મંથનમાં છે.

EXCLUSIVE@ભાજપ: ઉત્તર ગુજરાતમાં શંકર ચૌધરીનો સમાંતર નેતા તૈયાર

સંભવત: ઉત્તર ગુજરાતની ચાર પૈકી એક વિધાનસભાની પેટાચુંટણીમાં જો શંકર ચૌધરીને ટીકીટ ન મળે તો ભાજપની આંતરીક વ્યુહરચના બની શકે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાધનપુર વિધાનસભા મતવિસ્તારના અનેક ભાજપી કાર્યકરોએ અગાઉ સંઘ મારફત ધાર્મિક અને જાતિગત બાબતો મોકલાવી છે. આથી ભાજપે સમગ્ર મામલે રાજકીય ગણતરીઓ ધ્યાને રાખી શંકર ચૌધરીને સમાંતર નેતાગીરી મેળવવા કવાયત કરી હતી.

ઉત્તર ગુજરાતમાં ચૌધરી સાથે ઠાકોર સમાજના મતદારો મોટી સંખ્યામાં હોવાથી ભાજપે અલ્પેશ ઠાકોરને કેન્દ્રિત કર્યો છે. આથી શંકર ચૌધરીના દબદબા સાથે ઠાકોર જનસમુહને ધ્યાને રાખી ભાજપે પાર્ટીનો જનાધાર વધારવા સાથે શંકર ચૌધરીનો વિકલ્પ અત્યારથી જ તૈયાર કરવા મથામણ આદરી છે. આવી સ્થિતિમાં ભાજપને લાંબાગાળા માટે ઉત્તર ગુજરાતમાં મોટો જનાધાર ધરાવતી નેતાગીરી અપનાવી છે.

રાધનપુર વિધાનસભામાં શંકર ચૌધરીના સમર્થકો અને અલ્પેશના સમર્થકો વચ્ચેની સ્થિતિ

આગામી દિવસોએ રાધનપુર વિધાનસભાની ચુંટણી હોઇ શંકર ચૌધરી અને અલ્પેશના સમર્થકો રાજકીય મથામણમાં લાગ્યા છે. સ્થાનિક સુત્રોએ જણાવ્યુ હતુ કે, અલ્પેશની નેતાગીરી રાધનપુર બેઠક ઉપર લાંબાગાળા સુધી ફિક્સ થતી હોઇ શંકર ચૌધરીના સમર્થકો તાલમેલ બાબતે મુંઝવણમાં મુકાયા છે. રાધનપુર બેઠક ઉપર ચૌધરી સમાજના મતદારો મોટી સંખ્યામાં હોવાથી શંકર ચૌધરીના આદેશનું પાલન કરે તેવી સંભાવના છે.

EXCLUSIVE@ભાજપ: ઉત્તર ગુજરાતમાં શંકર ચૌધરીનો સમાંતર નેતા તૈયાર
File Photo

પાર્ટીમાં અલ્પેશનો દબદબો વધતો હોવાની શંકર ચૌધરીને લાગ્યુ

જયારથી ભાજપે અલ્પેશ ઠાકોરને પાર્ટીમાં આવકાર્યા ત્યારથી ઉત્તર ગુજરાતનું રાજકીય સમીકરણ બદલાયુ છે. ભાજપ અને સરકારની આંતરીક વ્યુહરચના પારખી શંકર ચૌધરીને પણ અલ્પેશ ઠાકોરનો દબદબો વધતો હોવાનું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં અલ્પેશ અને શંકર ચૌધરી વચ્ચે હરીફ મિત્રતા વધતી જાય છે. જોકે, રાધનપુર વિધાનસભાની ચુંટણી દરમ્યાન ઘણીબધી બાબતો વધારે સ્પષ્ટ થાય તેવી સંભાવના છે.