યુનિવર્સિટી@કારોબારી: બેદરકારી મામલે 28 કોલેજોને નોટિસ આપવા નિર્ણય

અટલ સમાચાર, પાટણ મંગળવારે પાટણ સ્થિત યુનિવર્સિટીમાં મળેલી કારોબારી બેઠકમાં 160થી વધુ મુદ્દાઓ ઉપર મંથન કરવામાં આવ્યું હતું. જેમાં જોડાણ અને નિયમોના પાલન સબબ બેદરકારી દાખવતી 28 કોલેજોને નોટિસ ફટકારવા નિર્ણય લેવાયો હતો. આ સાથે પ્રવેશ સમિતિના નિયમોને પણ મંજૂરી અપાઈ હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની બાંધકામ અને નાણાકીય કમિટીની બેઠક બાદ મંગળવારે કારોબારી મળી
 
યુનિવર્સિટી@કારોબારી: બેદરકારી મામલે 28 કોલેજોને નોટિસ આપવા નિર્ણય

અટલ સમાચાર, પાટણ

મંગળવારે પાટણ સ્થિત યુનિવર્સિટીમાં મળેલી કારોબારી બેઠકમાં 160થી વધુ મુદ્દાઓ ઉપર મંથન કરવામાં આવ્યું હતું. જેમાં જોડાણ અને નિયમોના પાલન સબબ બેદરકારી દાખવતી 28 કોલેજોને નોટિસ ફટકારવા નિર્ણય લેવાયો હતો. આ સાથે પ્રવેશ સમિતિના નિયમોને પણ મંજૂરી અપાઈ હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની બાંધકામ અને નાણાકીય કમિટીની બેઠક બાદ મંગળવારે કારોબારી મળી હતી. જેમાં અગાઉની બેઠકની મિનિટસ મંજુર કરવા સહિત કુલ 162 મુદ્દાઓની ચર્ચા થઈ હતી. જેમાં સૌથી વધુ ગરમાગરમી જે તે કોલેજ સામે પગલા ભરવા ઉપર થઈ હતી.

વર્ષ 2019માં ચાલુ અને વધારાના જોડાણની અરજી કરવામાં નિષ્ફળ 13 કોલેજ અને વિવિધ શરતોનું પરિપાલન કરવામાં વારંવાર નિષ્ફળ જતી 15 કોલેજ સામે લાલ આંખ કરવામાં આવી છે. કુલ 28 કોલેજોને નોટિસ ફટકારી જોગવાઈ મુજબ પગલાં ભરવા નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે બીએડ અને એમએડ પ્રવેશ સમિતિના નિયમો મંજૂર કરી અધ્યાપક મિત્રો માટે ડિપાર્ટમેન્ટના વડાની મંજૂરી ફરજીયાત કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે સુજાણપુરની એક કોલેજની આર્થિક સ્થિતિ ડામાડોળ હોવાની વાતને લઇ બેંક લોનની એનઓસી માંગવાનુુ નક્કી કર્યું છે.  જેની સામે આશંકાઓ વધી ગઈ છે. ફરી એકવાર કારોબારી સમિતિની બેઠક દરમિયાન મિડિયા પ્રતિનિધિઓને દૂર રાખવામાં આવતા ગુપ્તતાના ડોળમા કંઈક આશય હોવાનું મનાય છે.