કવાયત@ડીસા: ખર્ચા ઉપર કાપ મુકવા ઠાકોર સમાજનું સામુહિક મંથન

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) બનાસકાંઠા જીલ્લામાં ઠાકોર સમાવે કુરિવાજોને ડામવા સામાજીક બંધારણ ઘડ્યુ છે. જેમાં જુના રીતીરિવાજો અને દેખાદેખીમાં કરવામાં આવતા કાર્યોને તિલાંજલી આપી છે. બંધારણમાં સમાજના તમામ સારા નરસા પ્રસંગોમાં કેફી પદાર્થોના સેવન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સિવાય બોલામણામાં ઓઢામણા અને બાળકોની ઢુંઢ વખતે કસુંબા પ્રથા પર પાબંધી, લગ્ન-મરણ, મામેરા જેવા પ્રસંગોમાં
 
કવાયત@ડીસા: ખર્ચા ઉપર કાપ મુકવા ઠાકોર સમાજનું સામુહિક મંથન

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) 

બનાસકાંઠા જીલ્લામાં ઠાકોર સમાવે કુરિવાજોને ડામવા સામાજીક બંધારણ ઘડ્યુ છે. જેમાં જુના રીતીરિવાજો અને દેખાદેખીમાં કરવામાં આવતા કાર્યોને તિલાંજલી આપી છે. બંધારણમાં સમાજના તમામ સારા નરસા પ્રસંગોમાં કેફી પદાર્થોના સેવન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સિવાય બોલામણામાં ઓઢામણા અને બાળકોની ઢુંઢ વખતે કસુંબા પ્રથા પર પાબંધી, લગ્ન-મરણ, મામેરા જેવા પ્રસંગોમાં પણ સમય અનુરૂપ મોટા સુધારા કર્યા છે. લગ્ન પ્રસંગોમાં D.J વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત શિક્ષણ પર ભાર મુક્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કવાયત@ડીસા: ખર્ચા ઉપર કાપ મુકવા ઠાકોર સમાજનું સામુહિક મંથન

બનાસકાંઠા જીલ્લાના ડીસા જૈન વિહાર ધામ ખાતે સમાજના વડીલો, યુવાનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આધુનિક યુગમાં શિક્ષણનો અભાવ, જુના રિતીરીવાજો અને દેખાદેખી ના કારણે અનેક પરિવારો સામાજિક પ્રસંગો સાચવવામાં દેવાના તળે ડૂબી જાય છે ત્યારે આવા કુરિવાજોમાંથી બહાર આવી ડીસાના ઠાકોર સમાજે સામાજિક બંધારણ બનાવવામાં આવ્યું છે.

કવાયત@ડીસા: ખર્ચા ઉપર કાપ મુકવા ઠાકોર સમાજનું સામુહિક મંથન

સમગ્ર મામલે સામાજીક આગેવાને જણાવ્યુ હતુ કે, સમાજને કુરિવાજો માંથી મુક્ત કરવા બંધારણ બનાવ્યું છે. તો ઠાકોર સમાજ અગ્રણી લેબજી ઠાકોરે જણાવ્યું કે, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારી વિકાસ કરે તે માટે નોયમો બનાવ્યા છે. સમાજમાં ઘણા કુરિવાજો છે અને ખોટા ખર્ચમાં સમાજ પાયમાલ થતો હતો એટલે સામાજિક આગેવાનોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે ત્યારે ઠાકોર સમાજની આ પહેલ અનેક સમાજ માટે પ્રેરણારૂપ બનશે.