કવાયત@ગુજરાત: કોરોના વાયરસથી ઠપ્પ બાંધકામ ઉદ્યોગને સપોર્ટ કરવા નિર્ણય

અટલ સમાચાર,ડેસ્ક દેશભરમાં લોકડાઉંન વચ્ચે વેપાર ઉદ્યોગને પારાવાર નુકશાન થઇ રહ્યું છે. બાંધકામ ઉદ્યોગ પણ તેમાંથી બાકાત રહ્યો નથી. કરોડો રુપોલિયાના ખર્ચે અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલી રહેલા બાંધકામ ઉદ્યોગને રાતોરાત બ્રેક લાગી ગઈ છે. નોટબંધી બાદ બાંધકામ ઉદ્યોગ મંદી ભોગવી રહ્યો છે. ત્યારે હવે લોકડાઉંનના સમયમાં બાંધકામ બંધ હોવાના કારણે ઉદ્યોગને ઉગારવા માટે રેરાએ માર્ચ
 
કવાયત@ગુજરાત: કોરોના વાયરસથી ઠપ્પ બાંધકામ ઉદ્યોગને સપોર્ટ કરવા નિર્ણય

અટલ સમાચાર,ડેસ્ક

દેશભરમાં લોકડાઉંન વચ્ચે વેપાર ઉદ્યોગને પારાવાર નુકશાન થઇ રહ્યું છે. બાંધકામ ઉદ્યોગ પણ તેમાંથી બાકાત રહ્યો નથી. કરોડો રુપોલિયાના ખર્ચે અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલી રહેલા બાંધકામ ઉદ્યોગને રાતોરાત બ્રેક લાગી ગઈ છે. નોટબંધી બાદ બાંધકામ ઉદ્યોગ મંદી ભોગવી રહ્યો છે. ત્યારે હવે લોકડાઉંનના સમયમાં બાંધકામ બંધ હોવાના કારણે ઉદ્યોગને ઉગારવા માટે રેરાએ માર્ચ 2021 સુધીમાં પુરા કરવાના થતા તમામ પ્રોજેક્ટની કટ ઓફ ડેઈટ છ માસ લંબાવી દેવાનો નિર્ણય કર્યો છે. રેરા કમિશનર ડો.અમરજિતસિંગ દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લોકડાઉંનની સ્થિતિમાં રેરા કમિશનરને ત્રિમાસિક રિટર્ન ભરવાની થતી મુદત વધારી આપવા માટે ક્રેડાઈ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેને મંજૂરીની મહોર લાગી છે. રેરા દ્વારા ત્રિમાસિક રિટર્ન ભરવાની મુદતમાં પણ ત્રણ માસનો વધારો કરી આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે અમદાવાદ સહીત રાજ્યભરના ડેવલપરોએ હવે જૂન માસ પૂરો થયા બાદ ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવાનું રહેશે. હવે પછી 21 મી માર્ચ 2021 સુધીમાં પુરા કરવાના થતા તમામ બાંધકામ પ્રોજેક્ટની અવધિ છ માસ માટે લંબાઈ જતા તમામ પ્રોજેક્ટ બિલ્ડર -ડેવલપરે આગામી સપ્ટેબર 2021 માં પુરા કરવાના રહેશે.

શહેરની આસપાસના અમદાવાદ જિલ્લાના કેટલાક ગણતરીના ડેવલપર દ્વારા બાંહેધરી પત્ર સાથે બાંધકામ સાઈટ શરૂ કરવાની પરવાનગી મેળવી છે. પરંતુ શ્રમજીવીઓ નહીં મળતા હોવાની મુશ્કેલી ઉપરાંત રો મટીરીયલ પણ નહીં મળતું હોવાના કારણે મંજૂરી મેળવેલા બાંધકામની સાઈટ પર સામાન્યતઃ કામગીરી શરૂ થવાની શક્યતા નથી.