કવાયત@ગુજરાત: દેશમાં સિંહો કોરોના પોઝીટિવ, વનવિભાગ કર્મચારીઓનો RT-PCR કરાવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક હૈદરાબાદના ઝૂમાં 8 સિંહ કોરોનાં પોઝિટિવ આવવાનો મામલાથી પ્રાણીપ્રેમીઓ સતર્ક બન્યા છે. ત્યારે આ મામલે ગુજરાત વન વિભાગ પણ સતર્ક થયું છે. તેથી રાજ્યના સિંહો રહેલા તમામ પ્રાણીસંગ્રહાલય અને ગીર જગલમા સિંહોનું ઓબ્ઝર્વેશન રાખવા સૂચના અપાઈ છે. સાથે જ પ્રાણી સંગ્રહાલયમા કામ કરતા કર્મચારીઓ અને વન વિભાગના કર્મચારીઓનાં પણ RT-PCR
 
કવાયત@ગુજરાત: દેશમાં સિંહો કોરોના પોઝીટિવ, વનવિભાગ કર્મચારીઓનો RT-PCR કરાવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હૈદરાબાદના ઝૂમાં 8 સિંહ કોરોનાં પોઝિટિવ આવવાનો મામલાથી પ્રાણીપ્રેમીઓ સતર્ક બન્યા છે. ત્યારે આ મામલે ગુજરાત વન વિભાગ પણ સતર્ક થયું છે. તેથી રાજ્યના સિંહો રહેલા તમામ પ્રાણીસંગ્રહાલય અને ગીર જગલમા સિંહોનું ઓબ્ઝર્વેશન રાખવા સૂચના અપાઈ છે. સાથે જ પ્રાણી સંગ્રહાલયમા કામ કરતા કર્મચારીઓ અને વન વિભાગના કર્મચારીઓનાં પણ RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સિંહોનાં કેર ટેકર્સ, જંગલ ટ્રેકર અને સ્ટાફના આરટીપીસીઆર ટેસ્ટ (RT-PCR) કરવામા આવશે. જરૂર ન હોય ત્યાં સુધી અને કોઇ સ્ટાફને લક્ષણો હોય તો પ્રાણીઓથી દૂર રહેવા પણ સૂચના આપવામાં આવી છે. દેશમાં પહેલીવાર એવુ બન્યું છે કે, પ્રાણીઓ કોરોના પોઝિટિવ આવ્યા હોય. હૈદરાબાદના નહેરુ ઝુઓલોજિકલમાં એકસાથે 8 સિંહો કોરોના સંક્રમિત થયા હોય. 29 એપ્રિલના રોજ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડર મોલેક્યુલર બાયોલોજીએ નહેરૂ ઝુઓલોજિકલ પાર્કના અધિકારીઓએ જણાવ્યું કે, આરટીપીસીઆર ટેસ્ટમાં 8 સિંહો પોઝિટિવ થયા છે.