આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ આવી રહ્યો છે. જેને લઇ મહેસાણાના બે યુવકો દ્રારા તેમના જન્મદિવસની ઉજવણીને લઇ અનોખી તૈયારી કરવામાં આવી છે. વિગતો મુજબ મહેસાણાના એચએલ રાય ફાઉન્ડેશન અને રાજધાની ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રીના 71 માં જન્મ દિવસ નિમિત્તે 71 ફૂટ ઊંચું અને 28 ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવી રહ્યું છે. 71 ફૂટ ઊંચા સ્ટેચ્યુ ફરતે પીએમના જન્મ દિવસે 171 જોડકાં દ્વારા ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવશે. આ જ દિવસે આ બંને ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીમાં અસહાય બનેલા પરિવારને મદદ રૂપ થવા એક એપ પણ લોન્ચ કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરની રાજધાની સોસાયટીના ગ્રાઉન્ડમાં 71 ફૂટ નું ઊંચું અને 25 ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેચ્યુ ફરતે 171 જોડકાં ભગવાન શ્રી રામની આરતી ઉતારશે. તેમજ વડાપ્રધાનના દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના કરશે. મહેસાણાના આ બે યુવાનોએ વડાપ્રધાનના કાર્યોથી પ્રેરાઈને પોતાના સ્વ ખર્ચે આ પ્રકારે અનોખા અંદાજમાં જન્મદિવસની ઉજવણી પિન્ટુ પટેલ અને આલોક રાય નામના બે યુવાનોએ આયોજન કર્યું છે. આ જ દિવસે આ બંને ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીમાં નોંધારા બનેલા પરિવારને આર્થિક મદદ થઈ શકે તે માટે એક એપ્લિકેશન પણ લોન્ચ કરવાનું આયોજન કરાયું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code