આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોનાના દર્દીઓને યોગ્ય સમયે સારવાર મળી રહે એ માટે આરોગ્ય વિભાગ પ્રયાસરત છે. ગામોમાં અત્યારે સર્વેલન્સ અને ટેસ્ટીંગની કામગીરી શરૂ છે. જેનાથી કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને મેડીકલ કીટ આપીને સારવાર કરી શકાય. પાટણ જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર્સ દ્વારા દરેક તાલુકાના ગામોમાં જઇને દર્દીઓને તપાસવા માટે ઓપીડી સેવા શરૂ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસ સંક્રમણના શરૂઆતના તબક્કામાં જ દર્દીઓને ઓળખીને યોગ્ય સારવાર આપવામાં આવે એ માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો દ્વારા છેલ્લા 2 દિવસમાં 122 ગામોમાં 1858 ઓપીડી કરવામાં આવી હતી. જેમાં કોરોનાના ટેસ્ટીંગ અને દવાની કીટ વિતરણ સહિતની કામગીરી કરવામાં આવી હતી. જે લોકો કોરોના પોઝીટીવ આવે એમને હોમ આઈસોલેશનમાં કે ગામમાં તૈયાર કરાયેલ કોવિડ કેર સેન્ટરમાં આવી સારવાર કરાવવા માટે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code