આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોના વાયરસનાં કહેરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે ડીસા તાલુકાનું ગામ હરકતમાં આવ્યું છે. પાટણ જિલ્લાની હદને સ્પર્શતા તમામ માર્ગો સીલ કરવામાં આવ્યા છે. ગામમાં જડબેસલાક વ્યવસ્થા ગોઠવી સન્નાટો રાખવા મથામણ કરી છે. ગામનાં બે વ્યક્તિની નિમણૂક કરી પ્રવેશ કરતા અને બહાર જતાં વાહનોનું ચેકિંગ કરવા કહ્યું છે. માણસો અને વાહનોની અવરજવરનું રજીસ્ટર પણ બંધાવવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના સમૌમોટા ગ્રામ પંચાયતે મોટી કવાયત હાથ ધરી છે. આ ગામ પાટણ જિલ્લાની સરહદને અડીને આવેલું હોઇ સંક્રમણ રોકવા મથામણ કરી છે. 24 કલાક પોલીસ કર્મચારી ન હોવાથી ગામનાં જોષી ગોવિંદભાઈ કરશનભાઈ, રાજગોર રઘુભાઈ વિરચંદભાઈ અને રાજગોર વિનોદભાઈને ચેકીંગની જવાબદારી આપી છે. પંચાયત દ્રારા જણાવી દેવામાં આવ્યું છે કે, બંને વ્યક્તિ કોઇપણ જાતની સેહશરમ વગર લોકડાઉનનું પાલન કરાવે. માત્ર અત્યંત જરૂરી કામ કે ખેડૂત સિવાયને ઘરમાં રહેવા આદેશ છે. આથી ગામમાંથી બહાર જતાં અને પ્રવેશ કરતાં લોકોની નોંધણી કરવામાં આવી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સમૌ મોટા ગામમાં કરીયાણુ અને શાકભાજી વહેંચતા તમામ વહેપારીઓને આદેશ થયા છે. જેમાં સવારે 8:00 થી 11:30 સુધી જ દુકાન ખુલ્લી રાખવા સુચના આપવામાં આવી છે. આ સાથે સાંજનાં સમયે તમામ દુકાનો બંધ રાખવા આદેશ છે. કોઇપણ વેપારી આપેલ સમય સિવાય દુકાન ખુલ્લી રાખશે તો 11000 દંડ અને 1 મહિના માટે દુકાનને સીલ મારવામાં આવશે તેવો કડક નિયમ જાહેર કર્યો છે. આ સાથે પંચાયત દ્રારા તેમની સામે ફરીયાદ પણ દાખલ કરવામાં આવી શકે તેવું જણાવી દીધું છે. દૂધ વહેંચતા વેપારી માટે સમય સવારે 7:00થી 9:00 વાગ્યાનો અને સાંજે 5:00થી 6:00 સમય નક્કી કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ગામમાં આખો દિવસ અને રાત્રિ સન્નાટો છવાયેલો રહે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code