આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ પંથકમાં તીડ આક્રમણથી ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેતીવાડી ઉપર સંકટ હોઈ નેતાઓ અને વહીવટી સત્તાધીશો મુલાકાત કરી રહ્યા છે. આ દરમ્યાન આજે સવારથી જ તીડને નાથવા મામલતદાર ટીમ સાથે ખેતરમાં પહોંચ્યાં હતા. ખુલ્લા ખેતરમાં ઉડતા અને બાવળો ઉપર ચોંટેલા તીડના ટોળા ઉપર દવાથી હુમલો કર્યો હતો. ટ્રેકટરમાં પંપ ગોઠવી પંથકના ખેતરોમાં દવાનો છંટકાવની કવાયત હાથ ધરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ પંથકમાં તીડના આતંકને પગલે રવિ સિઝનનો પાક સંકટની ઘડીમાંથી પસાર થઇ રહ્યો છે. વિગતોથી ચોંકી ગયા બાદ વહીવટી તંત્રએ યુધ્ધના ધોરણે તીડ ઉપર દવાનો મારો શરૂ કર્યો છે. જેના ભાગરૂપે સુઇગામ મામલતદાર પંથકના ગ્રામસેવકો સાથે ખેતરમાં પહોંચી દવાનો છંટકાવ શરૂ કરાવ્યો હતો. ટ્રેકટરમાં ગોઠવેલા પંપ સાથેની પાઇપ ખેતરમાં લાંબી કરી ઉડતા તીડ ઉપર બંદૂકની ગોળીની માફક હુમલો કર્યો હતો. હવામાંથી શ્વાસ લેતા દરમ્યાન દવાની અસરથી તીડ ટપોટપ મરવા લાગી હતી.

સમગ્ર મામલે સુઇગામ મામલતદારે જણાવ્યુ હતુ કે, તીડ આક્રમણ વધુ હોવાથી દવા છંટકાવ કરતી ટીમો હાલ વાવ-થરાદમાં કામગીરી કરી રહી છે. તીડ ઉપર કાબુ મેળવવા સ્થાનિકોના ટ્રેકટરો દ્રારા દવાનો છંટકાવ કરવાનુ ચાલુ છે. નોંધનિય છે કે, કરોડોની સંખ્યામાં ખેતરોમાં ત્રાટકતા તીડનો સંપુર્ણ અને કાયમી તોડ કરવાનુ ખેડુતો અને તંત્ર માટે યુધ્ધના ધોરણે અત્યંત જરૂરી બન્યુ છે. રવિ સિઝનનો મોટાભાગનો પાક નિષ્ફળ જવાની ભિતી સેવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code