આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી

સુરેન્દ્રનગર જિલ્લામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અંગે ચિંતાજનક બાબત સામે આવી છે. પાર્ટ ટાઇમ કર્મચારીઓને 11 વાગ્યે શાળાએ પહોંચવાનો નિયમ છતાં 9:15 વાગ્યે બોલાવી લેવાય છે. આવું છેલ્લા કેટલાક સમયથી છે તો પણ ડીપીઈઓ દ્વારા દેશમાં એક જ સમય હોવાનું જણાવી પોતાના જીલ્લાનો બચાવ કર્યો હતો. આ સાથે સર્વ શિક્ષા અભિયાન કચેરીના પગાર ધોરણ સામે પણ ગંભીર સવાલો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત 7 થી વધુ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આવેલી‌ છે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને ભણાવતી શિક્ષિકા બહેનો આકરી મુશ્કેલીનો સામનો કરી રહી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ દાવો કર્યો કે આખા દેશમાં શાળા સમય એક સરખો હોઇ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 11થી 5 છે. જોકે હકીકત સામે આવી છે કે, પાર્ટ ટાઇમ શિક્ષિકા બહેનોને ફરજિયાત સવારે 9:15 વાગ્યે બોલાવી લેવાય છે.

File Photo

સુત્રોએ જણાવ્યું હતું કે, પાર્ટ ટાઇમ ફરજ બજાવતી શિક્ષિકા બહેનોને જોગવાઇ સામે વધુ સમય કામ કરાવવું એ શોષણનો એક ભાગ છે. આ સાથે અનેક શિક્ષિકાઓને મહિને માત્ર 9000નું વેતન આપવામાં આવે છે. જેની અસર વિદ્યાલયની કિશોરીઓ ઉપર પડી શકે તેવી સંભાવના જોતા વિષય ચિંતાજનક બન્યો છે. ઉલ્લેખનિય છે કે, કાગળ ઉપર પાર્ટટાઇમ નોકરી કરતી શિક્ષિકાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં પુર્ણ ટાઇમ ફરજ બજાવી રહી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code