File Photo
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જીલ્લામાં ગઇકાલે વધુ એક કોરોના પોઝિટીવ આવતા આરોગ્ય તંત્રમાં સંક્રમિતોને શોધવા દોડધામ મચી છે. પ્રાથમિક તપાસમાં યુવક સારવાર માટે છાશવારે અમદાવાદ જતો હોવાનું સામે આવ્યુ છે. યુવકને કોરોનાનો ચેપ અમદાવાદથી લાગ્યો કે મહેસાણાથી તે અંગે પણ આરોગ્ય તંત્ર દ્રારા ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે યુવકના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓની શોધખોળ હાથ ધરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરની તાવડિયા રોડ ઉપર 30 વર્ષીય યુવાનને કોરોના પોઝિટીવ આવ્યો છે. યુવકને છેલ્લા ઘણા સમયથી ગળા અને છાતીના દુ:ખાવાથી પીડાતો હોઇ શહેરના સિધ્ધપુરી બજારમાં આવેલી ખાનગી હોસ્પિટલ તેમજ લાયન્સ હોસ્પિટલમાં સારવાર માટે ગયો હોવાનું સામે આવ્યુ છે. આ સાથે યુવક અમદાવાદમાં બે દિવસથી સારવાર લેતો હતો. જ્યાં તેનો રીપોર્ટ પોઝિટીવ આવતાં યુવકનો રહેણાંક વિસ્તાર સીલ કરી આરોગ્ય તંત્ર યુવકના સંપર્કમાં આવેલ લોકોને શોધવા મથામણમાં લાગ્યુ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code