ઘટસ્ફોટ@સુરત: ભારતીય પ્રિએક્ટીવ સીમકાર્ડ દુબઇ મોકલવાના રેકેટનો પર્દાફાશ, 192 કાર્ડ સાથે બે પકડાયા

 
ઘટસ્ફોટ

તેમની પાસેથી એરટેલ કંપનીના કુલ 192 એક્ટીવ કાર્ડ મળીઆવ્યાં હતાં.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દુબઇ ખાતે ચાઈનીઝ કંપનીને ગેરકાયદે ભારતીય પ્રિએક્ટીવ સીમકાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ થયો છે. બે ઈસમોને 192 સિમકાર્ડ લઈ દુબઈની ફ્લાઈટ પકડે તે પહેલાં જ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યાં છે. આ બન્ને ઈસમો પર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી. આ કાર્ડનો ઉપયોગ કયા હેતુથી થતો હતો તે સહિતની વિગતો મેળવીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

પોલીસને માહિતી મળી હતી કે, ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રિએક્ટીવ સીમકાર્ડ મેળવી દુબાઈ ખાતે મોકલવાની પ્રવૃતિ એક ટોળકી દ્વારા કરવામાં આવી રહી છે. જેથી ટોળકીનો એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં એક્ટીવ સીમકાર્ડ આપી તેને દુબઈ ખાતે મોકલવાની ફીરાકમાં છે. તેઓ બન્ને સુરત રેલવે સ્ટેશન ખાતે સીમકાર્ડની ડીલવરી કરવાની હોવાથી ભેગા થયાં હતાં.પોલીસે અજય કિશોર સોજીત્રા તથા દુબઈના વતની એવા સહદ ફારૂક બાગુનાને ઝડપી લીધા હતાં.

તેમની પાસેથી એરટેલ કંપનીના કુલ 192 એક્ટીવ કાર્ડ મળીઆવ્યાં હતાં. અજયની પૂછપરછમાં જાણવા મળ્યું કે દુબમાં ઓનલાઈન ગેમ રમાડતી ચાઈનીઝ કંપનીમાં ભારતીય સીમકાર્ડ દ્વારા ભારત રહેતા લોકો સાથે ઓનલાઈન ગેમીંગના નામે છેતરપિંડી થતી હોય છે. જેથી ઓર્ડર મળતાં તેઓએ સીમકાર્ડ સુરત આવી સુરત ખાતે રહેતા ઉમેશ, રેશમા તથા કેતન નામની વ્યક્તિનો સંપર્ક કરી તેઓને પ્રિએક્ટીવ સીમકાર્ડ માટે ઓર્ડર આપ્યો હતો. જેમાં આ સીમકાર્ડ સહદ ફારૂક બાગુના ફ્લાઈટમાં દુબઈ લઈ જવાનો હતો.જો કે તે અગાઉ જ પોલીસે ઝડપી પાડ્યો હતો.