ઘટસ્ફોટ@અમદાવાદ: નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નામે ડોનેશન માંગવાના કૌભાંડનો થયો પર્દાફાશ

 
froud

રાજકીય પક્ષો પણ હવે વધતા જતા સાઇબર ક્રાઇમથી અછૂતા રહ્યા નથી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નેશનલ કોંગ્રેસ પાર્ટીના નામે ડોનેશન માંગવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. એનસીપીના ખજાનચીએ ફરિયાદ નોંધાવી છે. ખજાનચીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. આ બતાવે છે કે હવે રાજકીય પક્ષોના નામે પણ બનાવટી ઉઘરાણા ચાલુ થઈ ગયા છે. એનસીપીના ખજાનચીના જણાવ્યા મુજબ બેન્ક તેમના રાજકીય પક્ષના નામે બનાવટી ખાતુ ખોલાવીને ડોનેશન માંગવાનું કૌભાંડ બહાર આવ્યું છે.

તેમા આશ્ચર્યની વાત તો એ હતી કે બનાવટ કરનારાઓને તેટલો ગજબનો આત્મવિશ્વાસ હતો કે તે ડોનેશન કરનારને બનાવટી રસીદ પણ આપતા હતા.સાઇબર ક્રાઇમ પોલીસે આ અંગે અજાણ્યા લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.આમ રાજકીય પક્ષો પણ હવે વધતા જતા સાઇબર ક્રાઇમથી અછૂતા રહ્યા નથી. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એઆઇ જનરેટેડ સાઇબર ક્રાઇમની ચેતવણી આપી હતી તે દિશામાં રીતસરના પગરણ મંડાઈ રહ્યા છે. આગામી પક્ષોમાં હવે રાજકીય પક્ષોએ પણ ચેતવું પશે કે કોઈ સાઇબર ગઠિયો તેમના એકાઉન્ટ સાફ ન કરી શકાય.