ઘટસ્ફોટ@ગુજરાત: ડ્રગ્સ નેક્સેસનો પર્દાફાશ, 230 કરોડના નશીલા પદાર્થ સાથે 13 પેડલરો પકડાયા

 
ડ્રગ્સ

ગુજરાત ATSને આ બ્લેક ડ્રગ ગેમ વિશે ગુપ્ત માહિતી મળી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સની મોટી સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો છે. ATS અને NCBએ સંયુક્ત ઓપરેશનમાં ગુજરાત અને રાજસ્થાનમાં કથિત રીતે 230 કરોડ રૂપિયાના મેફેડ્રૉન ડ્રગ્સ જપ્ત કર્યા છે. ડ્રગ્સના આ કન્સાઈનમેન્ટ સાથે 13 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSને આ બ્લેક ડ્રગ ગેમ વિશે ગુપ્ત માહિતી મળી હતી, પછી કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાત ATS અને NCBએ દરોડા પાડ્યા હતા. એટીએસને બાતમી મળી હતી કે અમદાવાદના રહેવાસી મનોહરલાલ ઉનાણી અને રાજસ્થાનમાં રહેતા કુલદીપસિંહ રાજપુરોહિત ડ્રગ્સની બ્લેક ગેઇમ રમી રહ્યા છે.

ગુજરાત એટીએસને જણાવવામાં આવ્યું હતું કે બંને આરોપીઓએ મેફેડ્રોન ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપ્યા હતા, જ્યાં મોટા પાયે ડ્રગ્સ તૈયાર કરવામાં આવી રહ્યું હતું. પોલીસ દ્વારા જાહેર કારવામાં આવ્યું છે કે "ATSએ 22.028 કિલો મેફેડ્રોન અને 124 કિલો લિક્વિડ મેફેડ્રોન રિકવર કર્યું છે, જેની બજાર કિંમત 230 કરોડ રૂપિયા છે. રાજપુરોહિત ગાંધીનગરમાં દરોડા દરમિયાન ઝડપાયો હતો, જ્યારે અનાની સિરોહીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ડીઆરઆઈ દ્વારા 2015માં રાજસ્થાનમાં એક ઔદ્યોગિક એકમમાં મેફેડ્રોનના ઉત્પાદનમાં સંડોવણી બદલ અનાનીની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તે સાત વર્ષ સુધી જેલમાં રહ્યો. 

તમામ આરોપીઓ એકબીજા સાથે જોડાયેલા છે અને વલસાડ જિલ્લાના વાપી ઔદ્યોગિક વિસ્તારની એક કંપનીમાંથી ડ્રગ્સ બનાવવા માટે કાચો માલ લાવતા હતા.આ લોકો કેટલા સમયથી ડ્રગ્સ બનાવતા હતા અને આ પહેલા કોઈને ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ વેચ્યું છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત આ સમગ્ર કાળા ડ્રગના વેપારમાં કોણ કોણ સામેલ હતું તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.