પર્દાફાશ@ગુજરાત: વાપીમાંથી MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત
Updated: Oct 3, 2025, 16:31 IST

વોન્ટેડ આરોપી અને તેના પુત્ર સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં વાપીના ચલા વિસ્તારમાં આવેલા એક બંગલામાં ગુજરાત ATS અને SOG ની ટીમે સંયુક્ત દરોડા પાડીને MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. આ દરોડામાં પોલીસને સ્થળ પરથી 5 કિલોથી વધુ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 25 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે.પોલીસે આ મામલે પેરોલ જમ્પના એક વોન્ટેડ આરોપી અને તેના પુત્ર સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
તપાસમાં ખુલાસો થયો છે કે આ બંગલામાં ડ્રગ્સ તૈયાર કરીને રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને ડ્રગ્સના સપ્લાય ચેઈન અને નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી હતી.નોંધનિય છે કે અગાઉ પણ રાજ્યમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ ચુક્યો છ.