પર્દાફાશ@ગુજરાત: હથિયાર વેચવાનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાયું, જાણો વિગતવાર

મણિપુર અને નાગાલેન્ડથી હથિયાર લાવીને વેચવામાં આવતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાંથી હથિયારનો પરવાનો મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. નાગાલેન્ડ અને મણિપુરથી ગેરકાયદેસર હથિયારો લાવવામાં આવતા હતા અને ગુજરાતમાં મોંઘાભાવે હથિયારો વેચવામાં આવતા હતા.ગુજરાતમાં બહારના રાજ્યોમાંથી હથિયાર ખરીદીને વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. હત્યા, મારામારી તેમજ ખનિજ માફિયાઓને મણિપુર અને નાગાલેન્ડથી હથિયાર લાવીને વેચવામાં આવતા હતા. મુખ્ય સુત્રધાર મુકેશ ભરવાડ ઉર્ફે બાંભા લોકોને હથિયાર અપાવતો હતો.
હરિયાણાનો એજન્ટ સોકતઅલી અમદાવાદના મુકેશ બાંભાને હથિયાર મોકલાવતો હતો. મુકેશ બાંભા હથિયાર લોકોને ઉંચુ વળતર લઇને અપાવતો હતો. મુકેશ ભરવાડ ઉર્ભે બાંભા હાલ પોલીસ પકડથી દૂર છે. મુકેશ ભરવાડ હાલ નેપાળમાં છુપાયો હોવાની પણ ચર્ચા છે. હથિયાર કૌભાંડ ઝડપાયા બાદ પોલીસ દોડતી થઇ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મુકેશ ભરવાડ ઉર્ફે બાંભા લેબર કોન્ટ્રાક્ટર છે અને તેની સાથે સાથે ઘણા ખરા ગેરકાયદેસર કામકાજ કરતો હોવાની ચર્ચા છે. મુકેશ ભરવાડ સોકત અલીના કોન્ટેક્ટમાં આવ્યો હતો.
મુકેશ ભરવાડના લેબર મણિપુર-નાગાલેન્ડ અને મિઝોરમના હતા. સોકત અલી હરિયાણા ખાતે હથિયારો આપતો હતો અને મુકેશ ભરવાડના ઘરે આપીને પણ હથિયાર આપતો હતો. મુકેશ ભરવાડ ઉંચુ વળતર મેળવીને આ હથિયારો પુરા પાડતો હતો.મણિપુર-નાગાલેન્ડમાં ભાડા કરારના આધારે હથિયાર મેળવીને ગુજરાતમાં હથિયાર વેચવામાં આવતા હતા.7થી 8 લાખ રૂપિયામાં હથિયારો અન્ય રાજ્યમાંથી ખરીદવામાં આવતા હતા તેમજ આ હથિયાર વચેટિયાઓ મારફતે 20 લાખથી લઇને 25 લાખ સુધીમાં વેચવામાં આવતા.