પર્દાફાશ@કચ્છ: ગાંધીધામમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડતા હડકંપ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મીડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધથી સમગ્ર દુનિયામાં તેલ-ગેસની સપ્લાય ચેન પર મોટી અસર પહોંચી છે. ઇરાન સ્ટ્રેટ ઓફ હૉર્મુજ રૂટ પરથી જહાજોને પસાર નથી થવા દઇ રહ્યું. જેને લઇને ઘરેલું LPG ગેસનું સંકટ ઉભુ થયુ છે, આ સ્થિતિનો લાભ લઇ કેટલાક લોકોએ કાળાબજારીનો ધંધો શરૂ કરી દીધો છે.હાલમાં જ કચ્છમાંથી LPG સિલિન્ડરના કાળાબજારીનો પર્દાફાશ થયો છે. કચ્છના ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડતા હડકંપ મચ્યો છે.
રાજ્યમાં ઘરેલુ અને કૉમર્શિયલ LPG ગેસના સિલિન્ડરને લઇને કાળાબજારી શરૂ થઇ રહી છે. તાજેતરમાં જ કચ્છમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા છે. ગેસ સંકટ વચ્ચે ગાંધીધામમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયુ છે, ગાંધીધામના ચાવલા ચોક વિસ્તારમાં એક દુકાનમાં ગેસ રિફિલિંગનું કામ ચાલી રહ્યું હતુ, આ કૌભાંડમાં દુકાન સંચાલક હરમિતસિંઘ ખાલસાની અટકાયત કરવામાં આવી છે, એટલું જ નહીં ગેસની 30 બોટલ તેમજ રિફિલિંગ માટે વપરાતી પાઈપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.ગુજરાતમાં ગેસના બાટલાની અછત વાળી વાત પર મંત્રી ઋષિકેશ પટેલે શું આપ્યો જવાબરાજ્યમાં ગેસની અછતની અટકળો વચ્ચે અને ગભરાટભર્યા માહોલને શાંત કરવા માટે રાજ્યના ઊર્જા અને રસાયણ મંત્રી ઋષિકેશ પટેલે મંગળવારે તાત્કાલિક ધોરણે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં ઘરમાં વપરાતા રાંધણ ગેસની કોઈ જ અછત નથી. તેમણે લોકોને ખાતરી આપી છે કે કોઈપણ ઘરનો ચૂલો બુઝાશે નહીં અને સૌને પૂરતો ગેસ મળતો રહેશે.

