પર્દાફાશ@વડોદરા: સાવલીમાં સોનાની તસ્કરી કરતી ટોળકીને ઝડપી પોલીસે 1.81 કરોડનો ગોલ્ડ પાઉડર જપ્ત કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરામાં શહેરમાં બેખોફ બનેલા તસ્કરો પર પોલીસ ત્રાટકી છે. મંજુસર પોલીસે સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો. સાવલીમાં સોનાની તસ્કરી કરતી ટોળકીને ઝડપી પોલીસે 1.81 કરોડનો ગોલ્ડ પાઉડર જપ્ત કર્યો. તસ્કરોની દાણચોરીના તાર દુબઈ સુધી લંબાયા હતા. પોલીસે બાતમીના આધારે દાણચોરીનું પગેરું મેળવ્યું. અને સોનાની દાણચોરી કરનાર ત્રણ તસ્કરોની અટકાયત કરી.
તસ્કરો દ્વારા પોતાના સામાનમાં દુબઈથી સોનાનો પાવડર ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ કરાયો. પોલીસે બાતમીના આધારે દાણચોરી કરનાર ત્રણ ઈસમો કે જેઓ અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ વે ઉપર આવતા હતા ત્યાં જ ઝડપી પાડવામાં આવ્યા. મંજુસર પોલીસને અમદાવાદ-વડોદરા હાઇવે પરથી ત્રણ લોકોને ઝડપી પાડ્યા. દુમાડ ચોકડી નજીકથી પકડાયેલા આરોપીઓ પાસેથી મોંઘા ઇંગ્લિશ દારૂ, ઈ-સિગારેટ પણ મળી આવી. કલાલી-બિલ રોડનો અશોક પ્રજાપતિ નામનો શખ્સ કે જે દુબઈથી સોનાના પાવડરને ગેરકાયદેસર ભારતમાં લાવી વેચાણ કરાવતો હતો તે ઉપરાંત તેના બે સાથીદારને પોલીસે ઝડપી કરોડોની કિમંતના સોનાનો પાઉડર પણ જપ્ત કર્યો. સમગ્ર મામલે પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.