વેપાર@દેશ: સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો, જાણો આજના લેટેસ્ટ ભાવ

 
ગોલ્ડ
આગામી દિવસોમાં સોનાનો ભાવ દોઢ લાખ રૂપિયા પર પહોંચી શકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોમવારે સોના અને ચાંદીએ ભાવમાં ફરીથી એકવાર નવા ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા હતા. આજે મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનામાં હળવી તેજી જોવા મળી. જ્યારે ચાંદી સારી એવી તેજી સાથે ટ્રેડ થતી જોવા મળી. રિટેલ બજારની વાત કરીએ તો સોના અને ચાંદીમાં ભારે ઉછાળો જોવા મળ્યો. ગ્લોબલ અને ઘરેલુ બંને બજારોમાં આ કિમતી ધાતુઓ ચમકી રહી છે. તેની પાછળ અનેક મહત્વપૂર્ણ ફેક્ટર્સ છે. જેના પર રોકાણકારોની નજર છે.

આજે ભારતીય બજારમાં સોનાનો ભાવ 1,10,222 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો. જે ગત બંધ ભાવ 1,10,179 થી 43 રૂપિયા ઉપર હતો. સોમવારે સોનાએ 1,10,330 રૂપિયાનું એક નવું ઓલટાઈમ હાઈ સ્તર સ્પર્શ કર્યું હતું.  ચાંદીનો ભાવ 1,29,638 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળ્યો. જેમાં 209 રૂપિયાનો વધારો નોંધાયો. તેણે પણ 1,29,720 નું એક નવું ઓલ ટાઈમ હાઈ બનાવ્યું છે.

24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1029 રૂપિયા વધીને 110540 રૂપિયા પર પહોંચી ગયા છે. જે કાલે સાંજે 109511 પર ક્લોઝ થયા હતા. જ્યારે ચાંદી 1198 રૂપિયા ઉછળીને 128989 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે જે કાલે 127791 પર ક્લોઝ થઈ હતી.વૈશ્વિક બજારમાં પણ સોનાએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સ્પોટ ગોલ્ડ 1.1% ની લીડ સાથે $3,680.80 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જેણે સત્રમાં $3,685.39 નો નવો રેકોર્ડ બનાવ્યો હતો.