ઘટસ્ફોટ@વલસાડ: બ્રાન્ડેડ તેલના નામે હલકું તેલ વેચવાના કાળા કારોબારનો પર્દાફાશ

 
તેલ

સસ્તું તેલ બ્રાન્ડેટ ડબ્બામાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વલસાડમાં દુકાનમાંથી બ્રાન્ડેડ તેલના ડબ્બા, કંપનીના સ્ટીકર અને મોટા પ્રમાણમાં સસ્તું તેલ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. વલસાડ શાકભાજી માર્કેટ ખાતે સીટી પોલીસે રેડ કરી હતી. જેમાં માર્કેટ વિસ્તારમાં આવેલી દુકાનોમાં ઓછી ગુણવતા વાળા તેલને બ્રાન્ડેટ કરી વેચાતું હોવાની માહિતી મળતા પોલીસે રેડ કરી હતી.માર્કેટમાં આવેલી અલગ અલગ દુકાનમાં રેડ કરતા મોટા પ્રમાણમાં સસ્તું તેલ બ્રાન્ડેટ ડબ્બામાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

સીટી પોલીસને રેડમાં મોટી માત્રામાં સસ્તું તેલ, બ્રાન્ડેટ તેલના ડબ્બા, બ્રાન્ડેટ કંપનીના સ્ટીકર સહિતના સાધનો મળી આવ્યા છે. ઓછી ગુણવતા વાળા તેલને બ્રાન્ડેટ કંપનીના તેલના ડબ્બામાં ભરી વેંચતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહી છે. વલસાડ શહેરના શાકભાજી વિસ્તારમાંથી મળી આવી ડુપ્લીકેટ તેલની ફેક્ટરી માર્કેટ વિસ્તારમાં આવેલી દુકાનોમાં ઓછી ગુણવતા વાળા તેલને બ્રાન્ડેટ કરી વેચાતું હતું. વલસાડ પોલીસ અને તેલ કંપની દ્વારા માર્કેટમાં 3 થી 4 જેટલી દુકાનોમાં રેડ કરવામાં આવી હતી. જેમાં બ્રાન્ડેડ કંપનીના નામે સસ્તુ તેલ વેચતા દુકાન સંચાલકોની પોલીસે ધરપકડ કરી છે. 

પોલીસને દુકાનમાં તપાસ કરતા તેલના ખાલી ડબ્બા બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરો ઢાંકણો તથા ડબ્બાઓને સીલ કરવા માટેનું સાધન મળી આવ્યું હતું. સસ્તુ તેલ લાવી તેલ ને સસ્તા કંપનીના ડબ્બામાંથી બ્રાન્ડેડ કંપનીના ડબ્બામાં પેક કરવામાં આવતો હતો અને ગ્રાહકોને બ્રાન્ડેડ કંપનીના ભાવે આ તેલ આપતા હોવાનું સામે આવ્યું છે. સાથે સાથે આ તેલને બ્રાન્ડેડ કંપનીના તેલ સાથે સરખાવવા માટે તેલના અંદર ભેળસેળ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાનોનું સામે આવતા પોલીસ દ્રારા ફરિયાદ નોંધાઇ છે.