ઘટસ્ફોટ@ગુજરાત: રાજ્યના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીએ 8 લોકોને ચેપ લગાડ્યો

અટલ સમાચાર,ડેસ્ક રાજકોટના શહેરના જંગલેશ્વરમાં રહેતા નદીમ નામના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નદીમ UAEથી ભારત પરત ફર્યા બાદ મુંબઈથી ટ્રેન મારફતે પોતાના ઘરે એટલે કે રાજકોટ આવ્યો હતો. નદીમ UAEથી આવ્યા બાદ અનેક જગ્યા પર ગયો હતો. બાદમાં તેનામાં કોરોનાના લક્ષણો દેખાતા તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં તેને કોરોના પોઝિટિવ આવ્યો હતો.
 
ઘટસ્ફોટ@ગુજરાત: રાજ્યના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીએ 8 લોકોને ચેપ લગાડ્યો

અટલ સમાચાર,ડેસ્ક

રાજકોટના શહેરના જંગલેશ્વરમાં રહેતા નદીમ નામના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નદીમ UAEથી ભારત પરત ફર્યા બાદ મુંબઈથી ટ્રેન મારફતે પોતાના ઘરે એટલે કે રાજકોટ આવ્યો હતો. નદીમ UAEથી આવ્યા બાદ અનેક જગ્યા પર ગયો હતો. બાદમાં તેનામાં કોરોનાના લક્ષણો દેખાતા તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં તેને કોરોના પોઝિટિવ આવ્યો હતો. નદીમની સાથે રહેતા તેના પરિવારમાંથી કોઈને પણ કોરોનાનો ચેપ લાગ્યો ન હતો. જે બાદ નદીમને હૉસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યો હતો અને આખરે નદીમ સાજો થઈ ગયો હતો અને તેને રજા પણ આપી દેવામાં આવી હતી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટસ્ફોટ@ગુજરાત: રાજ્યના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીએ 8 લોકોને ચેપ લગાડ્યો

આ બધાની વચ્ચે હવે નદીમથી અન્ય આઠ લોકોને કેવી રીતે ચેપ લાગ્યો તે વાત ક્રાઇમ બ્રાંચે શોધી કાઢી છે. જે વિગત સામે આવી છે તેના પરથી ખબર પડે છે કે કોરોનાની ચેન કેટલી ખતરનાક છે. હવે મહત્વની વાત એ છે કે નદીમ કોરોનાથી સાજો થઈને પોતાના ઘરે પણ પહોંચી ગયો છે પરંતુ તે રહે છે એ જંગલેશ્વરમાં ફરીથી એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હતો.

ઘટસ્ફોટ@ગુજરાત: રાજ્યના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીએ 8 લોકોને ચેપ લગાડ્યો

જેથી આરોગ્ય વિભાગ આ પોઝિટિવ કેસ કઈ રીતે આવ્યો તેની ચેન શોધવા ધંધે લાગ્યું હતું. જે બાદ ફરીથી બે કેસ પોઝિટિવ આવ્યા અને બાદમાં પાંચ કેસ પોઝિટિવ આવ્યા. પોઝિટિવ કેસોમાં વધારો થતાં જંગલેશ્વર વિસ્તારની મોટાભાગની શેરીઓ ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવી હતી. પહેલા જ દિવસથી તમામ લોકોના સેમ્પલિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

ઘટસ્ફોટ@ગુજરાત: રાજ્યના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીએ 8 લોકોને ચેપ લગાડ્યો

હવે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કોરોના પોઝિટિવની ચેન શોધી લીધી છે. જેમાં સામે આવ્યું છે કે જંગલેશ્વરમાં સામે આવેલા તમામ પોઝિટિવ કેસનું મૂળ નદીમ એટલે કે પ્રથમ દર્દી છે. નદીમથી જ તમામ આઠ લોકોને ચેપ લાગ્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આઠેય લોકોના મોબાઈલ કૉલ ડિટેઇલ અને ટેક્નિકલ સર્વેલન્સને આધારે તારણ શોધી કાઢ્યું છે. નદીમને કોરોના થયા બાદ તેના મામા ઇકબાલભાઈ, તેના ફઈ અને બાદમાં તેના ફુઆ ઈમ્તિયાઝભાઈને ચેપ લાગ્યો હતો. જે બાદ ઈમ્તિયાઝભાઈમાંથી તેના મિત્ર અલ્તાફને ચેપ લાગ્યો હતો. જે બાદ અલ્તાફમાંથી તેના પત્ની અને બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. અલતાફના પત્ની દ્વારા પડોશની બે મહિલાને પણ ચેપ લાગ્યો છે. અલ્તાફે તેના એક મિત્ર સાહિલને પણ ચેપ લગાડ્યો હતો. આવી નદીમ દ્વારા અન્ય આઠ લોકોને ચેપ લાગ્યો હતો