અતિ ગંભીર@અમદાવાદઃ અત્યાર સુધી 2777 કોરોના પોઝિટિવ કેસ

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે પરંતુ અમદાવાદમાં દર્દીઓની સંખ્યામાં જે રીતે વધારો થઇ રહ્યો છે તે ઘણું જ ચિંતાજનક છે. ગઇકાલે એટલે બુધવારે સાંજે આવેલા અપડેટેડ આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ 4082 કોરોના વાયરસનાં પોઝિટિવ કેસ છે જ્યારે માત્ર અમદાવાદમાં કુલમાંથી 2777 કેસો છે. જેમાંથી અમદાવાદનાં માત્ર મધ્ય ઝોનમાં દર્દીઓની કુલ
 
અતિ ગંભીર@અમદાવાદઃ અત્યાર સુધી 2777 કોરોના પોઝિટિવ કેસ

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે પરંતુ અમદાવાદમાં દર્દીઓની સંખ્યામાં જે રીતે વધારો થઇ રહ્યો છે તે ઘણું જ ચિંતાજનક છે. ગઇકાલે એટલે બુધવારે સાંજે આવેલા અપડેટેડ આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ 4082 કોરોના વાયરસનાં પોઝિટિવ કેસ છે જ્યારે માત્ર અમદાવાદમાં કુલમાંથી 2777 કેસો છે. જેમાંથી અમદાવાદનાં માત્ર મધ્ય ઝોનમાં દર્દીઓની કુલ સંખા 1111 છે. અમદાવાદને બાદ કરતા રાજ્યનાં કોઇપણ શહેરમાં એક હજારથી વધારે કેસ નથી. બીજી બાજુએ જોઇએ તો સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગરમાં છેલ્લા અપડેટેડ આંકડા પ્રમાણે કુલ કેસોની સંખ્યા 972 છે. જે આંકડો અમદાવાદનાં મધ્યઝોન કરતા ઓછો છે. જોકે, અમદાવાદમાં હેલ્થ ખાતા દ્વારા ટેસ્ટ કરવાની પ્રક્રિયાને પણ વધુ એગ્રેસીવ બનાવવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના 48 વોર્ડમાંથી કાળુપુર, જમાલપુર, દરિયાપુર, શાહપુર, દાણીલીમડા અને બહેરામપુરા રેડ ઝોનમાં મુકાઈ ગયા છે. જ્યારે બાકીના 42 વોર્ડ ઓરેન્જ ઝોનમાં સામેલ છે. શહેરમાં હાલ ગ્રીન ઝોન જેવું કાંઇ જ નથી. શહેરમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસમાંથી 44 ટકા કેસ માત્ર મધ્ય ઝોનમાં નોંધાયા છે.

જમાલપુર વોર્ડમાં જ સૌથી વધુ 557 જેટલા કેસ નોંધાય છે. આ ઝોનમાં જ સૌથી વધુ મૃત્યુ થયા છે. તો મધ્ય ઝોનમાં ક્યાં કેટલા કેસ નોંધાયા છે તેની પર એક નજર કરી લઇએ. મધ્યઝોનમાં કુલ કેસની સંખ્યા 1111 પર પહોંચી છે.
અહીં અત્યાર સુધી કુલ 65 લોકોના મૃત્યુ થયા છે.

જમાલપુર 557
ખાડિયા 215
દરિયાપુર 129
શાહપુર 119
અસારવા 70
શાહીબાગ 21
કુલ 1111