રૂબરૂ@ગાંધીનગર: PM મોદી પહોંચ્યાં કનોડિયા હાઉસ, નરેશ-મહેશના પરિવારને સાંત્વના આપી

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે વડાપ્રધાન આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યા છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પરથી સીધા જ ગાંધીનગર પહોંચ્યાં હતા. જ્યાં પીએમ મોદીએ કેશુબાપાના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. ત્યાબાદ પીએમ મોદી મહેશ-નરેશ કનોડિયાના ઘરે પહોંચ્યાં હતા. જ્યાં પીએમ મોદીએ પરિવારજનોને મળી સાંત્વના આપી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
રૂબરૂ@ગાંધીનગર: PM મોદી પહોંચ્યાં કનોડિયા હાઉસ, નરેશ-મહેશના પરિવારને સાંત્વના આપી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે વડાપ્રધાન આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યા છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પરથી સીધા જ ગાંધીનગર પહોંચ્યાં હતા. જ્યાં પીએમ મોદીએ કેશુબાપાના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. ત્યાબાદ પીએમ મોદી મહેશ-નરેશ કનોડિયાના ઘરે પહોંચ્યાં હતા. જ્યાં પીએમ મોદીએ પરિવારજનોને મળી સાંત્વના આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નરેશ-મહેશ કનોડિયાને શ્રધ્ધાંજલી પાઠવી હતી. મહેસાણાના કનોડાના વતની નરેશભાઇ કનોડીયા અને મહેશભાઇ કનોડીયાનું તાજેતરમાં જ નિધન થતાં પરિવારજનો સહિત સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ છે. આ તરફ આજે પીએમ મોદી પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમ્યાન આજે ગાંધીનગર સેક્ટર-૮માં સ્થિત કનોડિયા હાઉસ પહોંચ્યા હતા. જ્યાં મહેશ-નરેશ કનોડિયાના પરિવારજનોને મળી સાંત્વાના પાઠવી હતી.

રૂબરૂ@ગાંધીનગર: PM મોદી પહોંચ્યાં કનોડિયા હાઉસ, નરેશ-મહેશના પરિવારને સાંત્વના આપી

આ તરફ ધારાસભ્ય હિતુભાઇ કનોડિયાએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રીએ રૂબરૂ આવી અમારા દુ:ખના સમયમાં પણ સાંત્વના આપી તે અમારા પરિવાર માટે ગર્વની વાત છે. પીએમ મોદીએ કહ્યું કે, મહેશ અને નરેશ કનોડિયા અમર થઇ ગયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમારા ઘરે આવી હિંમત આપી. અમારા દુઃખમાં સહભાગી થયા.