સુવિધા@અંબાજી:યાત્રાધામ અંબાજીમાં હવે પાર્કિંગની લાઈનો નહીં જોવા મળે, પૈસાની મગજમારીથી છૂટકારો મળશે

 
અંબાજી

મહાશિવરાત્રી નિમિત્તે અંબાજી ચાચર ચોકમાં શિવ ભજન સંધ્યાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અંબાજીમાં દર વર્ષે 1.25 લાખથી પણ વધારે યાત્રિકો દર્શનાર્થે આવે છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે હવે ફાસ્ટ ટેગ પાર્કિગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અંબાજી મંદિર ખાતે હવે પાર્કિંગની લાઈનો જોવા મળતી નથી.પાર્કિગમાં આવતી ગાડીઓ પ્રવેશ કરે છે ત્યારે આપોઆપ ફાસ્ટ ટેગના માધ્યમથી પાર્કિંગનો ચાર્જ કપાઇ છે જેને લઇને ભક્તોને લાંબી લાઇનો કે કેશ અને છુટા પૈસાની મુશ્કેલી રહેતી નથી.

ગાડી જ્યારે પાર્કિંગમાં પ્રવેશીને ફાસ્ટટેગમાંથી પૈસા કપાય ત્યારબાદ તેની એક સ્લીપ પણ પ્રિન્ટ નીકળે છે. જે યાત્રિકોને આપવામાં આવતી હોય છે જેને બતાવીને યાત્રિકો પોતાનું વાહન પાર્કિંગમાંથી બહાર લઇ જઇ શકે છે. આ સવલતને યાત્રિકો ખુબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને અંબાજી મંદિરના વખાણ પણ કરી રહ્યા છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવે છે કે, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી મંદિરની ચાલતી પ્રણાલીકા મુજબ તા.૦8/03/2024ના રોજ મહાશિવરાત્રીની આરતી રાત્રે 12:૦૦ કલાકે થશે. તા.09/03/2024થી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા લેવી.