સુવિધા@ગુજરાત: ગ્રેજ્યુએશન માટે હવે છેક યુનિવર્સિટી જવાની જરૂર નથી,જાણો સમગ્ર વિગત

 
ગુજરાત યુનિવર્સિટી
ભારતીય વિદ્યાર્થીઓ તેમજ વિદેશી વિદ્યાર્થીઓ પણ આ કોર્ષમાં એડમિશન મેળવી શકશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત યુનિવર્સિટીમાં આગામી નવા શૈક્ષણિક વર્ષથી 6 ઓનલાઈન કોર્ષ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં નવા શૈક્ષણિક સત્રથી 3 UG અંડર ગ્રેજ્યુએટ અને 3 પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ શરૂ કરવામાં આવશે. આ કોર્ષમાં બે વખત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.ગુજરાત યુનિવર્સિટીમાં દેશનાં ખૂણે ખૂણેથી ભણવા માટે લોકો આવી રહ્યા છે.

વિદ્યાર્થીઓ 6 કોર્ષ 100 ટકા ઓનલાઈન ભણી શકે તે માટે પ્રવેશથી લઈ તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન માધ્યમથી કરવામાં આવી રહી છે. ત્યારે ઓનલાઈન માધ્યમથી અભ્યાસ ચલાવવા માટે વર્લ્ડ ક્લાસ પોર્ટલ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયું છે. જેમાં વિદ્યાર્થીઓ સ્માર્ટ ફોન, ટેબ્લેટ, લેપટોપ, કોમ્પ્યુટર વગેરેથી અભ્યાસ કરી શકશે.UG ની B.Com, BA અને BCA અને PG M.Com, MA, MSC ના કોર્ષ ભણાવવામાં આવશે. આ તમામ કોર્ષમાં વર્ષમાં 2 વખત પ્રવેશ પ્રક્રિયા થશે. તેમજ આ કોર્ષને UGC દ્વારા માન્યતા આપવામાં આવી છે. ભારતીય વિદ્યાર્થીઓ તેમજ વિદેશી વિદ્યાર્થીઓ પણ આ કોર્ષમાં એડમિશન મેળવી શકશે.

ઓનલાઈન લેવાનાર પરીક્ષામાં 30 ટકા ઈન્ટરનલ જ્યારે 70 ટકા એક્ષ્‍ટર્નલ માર્કસ હશે. તેમજ વિદ્યાર્થીઓને સુધારણાનો વિકલ્પ પણ મળશે. અને સમયની જરૂરીયાત મુજબ એડ ઓન સર્ટિફિકેટ કોર્ષ પણ કરાવવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા સારા માર્કસ સાથે પાસ થનારને ગોલ્ડ તેમજ અન્ય તમામ લોકોને ડિગ્રી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ ડ્યુઅલ કે જોઈન્ટ ડિગ્રી મેળવી શકશે. જે અન્ય અભ્યાસક્રમ સમકક્ષ જ રહેશે.