સુવિધા@બેચરાજી: રૂર્બનમાં પાઇપલાઇનથી મળશે ગેસ, કામગીરી શરૂ કરવામાં આવી

અટલ સમાચાર,મહેસાણા યાત્રાધામ બેચરાજી ગામનો રૂર્બનમાં સમાવેશ કર્યા બાદ અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે. આ તરફ આજથી સાબરમતી ગેસ કંપની દ્રારા પાઇપલાઇનથી ગેસ પુરો પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બેચરાજી સરપંચના પ્રયાસોને અંતે આજથી સાબરમતી ગેસ કંપની દ્રારા પાઇપલાઇનનું પ્રથમ તબક્કાનું કામ હાથ ધરાયુ છે. આ પ્રસંગે આજે બેચરાજી સરપંચ સહિત એસજીએલના અધિકારીઓ
 
સુવિધા@બેચરાજી: રૂર્બનમાં પાઇપલાઇનથી મળશે ગેસ, કામગીરી શરૂ કરવામાં આવી

અટલ સમાચાર,મહેસાણા

યાત્રાધામ બેચરાજી ગામનો રૂર્બનમાં સમાવેશ કર્યા બાદ અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે. આ તરફ આજથી સાબરમતી ગેસ કંપની દ્રારા પાઇપલાઇનથી ગેસ પુરો પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બેચરાજી સરપંચના પ્રયાસોને અંતે આજથી સાબરમતી ગેસ કંપની દ્રારા પાઇપલાઇનનું પ્રથમ તબક્કાનું કામ હાથ ધરાયુ છે. આ પ્રસંગે આજે બેચરાજી સરપંચ સહિત એસજીએલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરપંચે જણાવ્યું હતુ કે, આગામી 60 દિવસોમાં પ્રથમ તબક્કાની કામગીરી પુર્ણ થઇ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુવિધા@બેચરાજી: રૂર્બનમાં પાઇપલાઇનથી મળશે ગેસ, કામગીરી શરૂ કરવામાં આવી

મહેસાણા જીલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજીમાં આજથી ગેસની પાઇપલાઇનનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. બેચરાજીના યુવા સરપંચ દેવાંગ પંડ્યાના પ્રયાસોથી બેચરાજીને પાઇપલાઇન દ્રારા ગેસ મળશે. આજથી શરૂ થયેલ પ્રથમ તબક્કામાં બેચર ગામ, ડેડાણા રોડ અને બેચર-વિરમગામ હાઇવે વિસ્તારની સોસાયટીઓને ગેસલાઇનનો લાભ મળશે.

સુવિધા@બેચરાજી: રૂર્બનમાં પાઇપલાઇનથી મળશે ગેસ, કામગીરી શરૂ કરવામાં આવી

સમગ્ર મામલે બેચરાજીના સરપંચ દેવાંગ પંડ્યાએ જણાવ્યું હતુ કે, આજથી સાબરમતી ગેસ કંપની દ્રારા પ્રથમ તબક્કામાં ગેસની પાઇપલાઇનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે આવનારા એક જ વર્ષમાં સમગ્ર બેચરાજીમાં લોકોને ગેસની પાઇપલાઇનનો લાભ મળશે. આજથી શરૂ થયેલ કામગીરી સમયે સાબરમતી ગેસ કંપનીના અધિકારીઓ સામે દેવાંગ પંડ્યા સહિતના હાજર રહ્યાં હતા.