સુવિધા@ગુજરાત: સામાન્ય ટ્રેનોમાં પણ મેટ્રો ટ્રેનોની જેમ શરૂ થઈ એનાઉન્સમેન્ટ સિસ્ટમ

 
ટ્રેન

તમામ મુસાફરોને ભારે આશ્ચર્ય થયું અને બધા એકબીજાની સામે જોવા લાગ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રેલવે વિભાગ દ્વારા થોડા મહિના પહેલાં કરવામાં આવેલી જાહેરાતનો આજે સવારથી એકાએક અમલ શરૂ થઈ જતાં મુસાફરો સાનંદાશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.બન્યું એવું કે, આજે વહેલી સવારે દિલ્હીથી દોલતાબાદ જઈ રહેલી સ્પેશિયલ ટ્રેનના દરેક ડબામાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ ઉપર હવે પછી આવનાર સ્ટેશનનું નામ, કેટલા કિલોમીટરનું અંતર બાકી છે તે, પ્લેટફોર્મ કઈ દિશામાં આવશે તે - વગેરે જાહેરાત થવા લાગી.

મેટ્રો ટ્રેન સિવાયની સામાન્ય ગાડીઓમાં અગાઉ કદી આવું થયું નહોતું તમામ મુસાફરોને ભારે આશ્ચર્ય થયું અને બધા એકબીજાની સામે જોવા લાગ્યા.મુસાફરોને વિશ્વાસ ન પડતાં અમુકે - જેમના અન્ય મિત્રો કે સગા-વહાલા એ જ ટ્રેનના બીજા ડબામાં બેઠા હતા તેમને આ વાતની જાણ કરવા ફોન કર્યો ત્યારે સામેથી તેમને એવું કહેવામાં આવ્યું કે, એમના ડબામાં પણ આવી જ જાહેરાત તેમને સાંભળવા મળી છે.ટૂંક સમયમાં આ વાત સોશિયલ મીડિયામાં પણ ફેલાવા લાગી કેમ કે અન્ય સામાન્ય ટ્રેનોમાં પણ મુસાફરોને ચાલતી ગાડીમાં આવી પબ્લિક એનાઉન્સમેન્ટ સુવિધાનો લાભ મળ્યો હતો.